fbpx
ગુજરાત

છેલ્લા ૬ મહિનામાં લસણના ૪ ગણા ભાવ વધ્યાલસણના ભાવમાં આવેલો જબ્બર ઉછાળો, ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાયુ

રાજ્યમાં લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રોજબરોજ રસોઈમાં વપરાતુ લસણ હવે આમ આદમીની પહોંચથી દૂર થઈ રહ્યુ છે તેનુ કારણે છે લસણના ભાવમાં આવેલો જબ્બર ઉછાળો. લસણના ભાવ હાલ ૮૦૦ રૂપિયાની સપાટી કૂદાવી ગયા છે અને હજુ આ ભાવ વધી જ રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાયુ છે. આ અગાઉ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા તે બાદ ડુંગળીએ ઉપાડો લીધો અને હવે લસણના ભાવ તો એટલા વધી ગયા છે ડ્રાયફ્રુટ કરતા મોંઘુ થઈ ગયુ છે. જાે કે લસણના ઉંચા ભાવનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.

રાજકોટ સહિતની માર્કેટ યાર્ડમાં હાલ એક કિલો લસણના ૪૦૦થી ૫૦૦ રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. સારી ગુણવત્તાના લસણના ભાવ ૫૦૦થી પણ ઉંચા છે. ખેડૂતો અને વેપારીઓના મતે લસણનું વાવેતર વધી શકે છે. લસણના આટલા ભાવ વધવા પાછળના કારણો પર નજર કરીએ તો પહેલા તો લસણનું ઓછુ વાવેતર અને ઓછુ ઉત્પાદન, કમોસમી વરસાદ, નવા લસણની ઓછી આવક, જુના લસણની ડિમાન્ડ અને ઓછા સ્ટોકને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા ૬ મહિનામાં લસણના ૪ ગણા ભાવ વધ્યા છે.

નવા લસણની આવક માર્ચ મહિનામાં થશે અને દિવાળી પહેલા લસણનો ભાવ ૨૫૦ થી ૩૦૦ રૂપિયે કિલો હતો. જાન્યુઆરી ૨૪માં આ ભાવ ૩૦૦ થી ૩૫૦ સુધી પહોંચ્યો છે. જાે આ જ સ્થિતિ રહેશે તો આવતા મહિના સુધીમાં લસણના ભાવ ૮૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. લસણના ઉત્પાદનની વાત કરીએ તો લસણના ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં લસણનું ૩.૫ ટકા જ ઉકત્પાદન થાય છે અને તેમા પણ વિષમ વાતાવરણને કારણે ઉત્પાદન ઘટી જતુ હોય છે.

Follow Me:

Related Posts