રાષ્ટ્રીય

છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની આઠમી યુએસ મુલાકાત

આ વખતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિના મહેમાન બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ચર્ચામાં છે. તેઓ ૨૧થી ૨૪ જૂન સુધી તેમની પ્રથમ રાજકીય મુલાકાત પર હશે. આ પહેલા તેઓ ૭ વખત અમેરિકા જઈ ચૂક્યા છે. છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની આ આઠમી યુએસ મુલાકાત છે. પરંતુ આ મુલાકાતની વિશેષતા એ છે કે પીએમ નરેન્દ્ર મોદીની આ પ્રથમ રાજકીય મુલાકાત છે. એટલા માટે આ વખતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિના મહેમાન બનશે. ભારતમાં પીએમ મોદી પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજ્યની મુલાકાતે આમંત્રણ આપવામાં આવી ચુક્યા છે. ઁસ્ મોદીની આઠમી મુલાકાત ભારત માટે શા માટે ખાસ છે?

કેમ કે, આ મુલાકાત બાદ વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો ભારત અને અમેરિકા વચ્ચે વધુ નિકટતા થવાની સંભાવના છે. વાસ્તવમાં, જાે બાઈડનના ૪ વર્ષના કાર્યકાળમાં પીએમ મોદી એકમાત્ર એવા નેતા છે જેમને રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાતને એ અર્થમાં પણ ખાસ માનવામાં આવી રહી છે કે સંરક્ષણ મુદ્દે ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવે તેવી શક્યતા છે. આ કરારથી ભારતીય ફાઇટર તેજસમાં ઉપયોગમાં લેવાતા અમેરિકન જેટ એન્જિનનું ભારતમાં ઉત્પાદન સુનિશ્ચિત થવાની અપેક્ષા છે. આટલું જ નહીં, સશસ્ત્ર ડ્રોન સંબંધિત અન્ય એક ડીલ ૨૨ હજાર કરોડ રૂપિયાની થવાની આશા છે.

Related Posts