ગુજરાત

છોટાઉદેપુરમાં બાઈક સાથે અકસ્માત થતા બસ સળગી ઉઠી, બાઈક સવારનું મોત થયું

છોટાઉદેપુરમાં પાવી જેતપુરના કલારાની ગામે ખાનગી બસ અકસ્માત બાદ સળગી ઉઠી હતી. ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવારનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં બાઈક બસની નીચે ઘસડાતા બસ સળગી ઉઠી હતી. જાે કે, રાહતની વાત એ છે કે, બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

Related Posts