fbpx
ગુજરાત

છોટાઉદેપુરમાં રેતીનું બેફામ ખનન:તંત્ર ઘોર નિંદ્રામાં

છોટાઉદેપુર જીલ્લાની ઓરસંગ નદીની રેતીની માંગ સમગ્ર દેશમાં થાય છે. આ નદીની રેતી સફેદ હોવાને કારણે તેની માંગ વધુ પ્રમાણમાં છે. પરંતુ રેતી માફિયાઓ બેફામ બનીને નિયમોને નેવે મૂકીને ઓરસંગ નદીમાં આડેધડ રેતી ખનન કરી રહ્યા છે. ઓરસંગ નદીમાં જીલ્લાની સૌથી વધુ રેતીની લીઝો આવેલી છે. આ લીઝોમાં સંચાલકો દ્વારા ખાણ ખનિજ વિભાગના નીયમો નેવે મૂકીને ખનન કરવામાં આવી રહ્યું છે. રેતીની લીઝ અથવા બ્લોકના સંચાલકો દ્વારા અવારનવાર સરકાર દ્વારા તથા ક્લેક્ટર દ્વારા બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકા મુજબ ખનન તેમજ વહન કરવાનું હોય છે. પરંતુ લીઝ સંચાલકો દ્વારા નદીમાં આવેલી લીઝમાં ખનન દરમીયાન પાણી આવી જાય તો પણ તેમાથી રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે.

ભીની રેતી લઇ જવા પર પ્રતિબંધ નથી પણ રેતી પાણી નિતરતી ન હોવી જાેઇએ. પાણી નિતરતી રેતી લઇ જવાથી રસ્તાઓ તુટી જતાં હોય છે. એટલે એ લઇ જવાની મનાઇ છે. હાલમાં ઓરસંગમાં લીઝ ધારકો દ્વારા ખનન કરવામાં આવતાં નદીમાં મોટા ખાડાઓ પડી ગયા છે. એટલુ જ નહિં પણ પાણીમાંથી રેતી ઉલેચતાં ખાડા પણ મોટા બની જાય છે. સરકારની ગાઇડ લાઇન મુજબ તો ભીની રેતી લઇ જવા પર પ્રતિબંધ છે છતાં ખનિજ માફિયાઓ આડેધડ રેતી ઉલેચી રહ્યાં છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જીલ્લામાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે.

પરંતુ આ ચેકપોસ્ટ માત્ર શોભાના ગાંઠીયા જેવી સાબીત થઈ રહી છે. આ ચેકપોસ્ટ પર ટ્રકો આવે છે પણ તેની રોયલ્ટી ચેક કરીને આગળ રવાના કરી દેવામાં આવે છે અને કેટલીક ટ્રકો તો ચેકિંગ વિના જ નીકળી જતી હોવાનું પણ કહેવાય છે. આ ચેકપોસ્ટ પર રેતી ભરેલી ટ્રક આવે એટલે ટ્રકનો ડ્રાઈવર રોડ પર જ ટ્રક ઉભી રાખી ચેકપોસ્ટ પર આવીને રોયલ્ટી બતાવીને જતો રહે છે. પરંતુ ચેક પોસ્ટ પર તેનું કોઇ ચેકિંગ કરવામાં આવતુ નથી. ભીની રેતી ભરેલી ટ્રકો રસ્તા પર ટપકતા પાણીએ લઇ જવાય છે.

Follow Me:

Related Posts