છોટા ઉદેપુરમાં ચોરીની બાઇક સાથે એક શખ્સ ઝડપાયો, કાર્યવાહી હાથ ધરી

છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લા એલ.સી.બી.એ બાઈક ચોરી કરનારને ઝડપી પાડ્યો છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો છે. જેને લઇને પર પ્રાંતમાંથી બાઈક ચોરો દિન પ્રતિદિન ખૂબ સક્રિય બન્યાં છે. મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ચોરીની બાઈક સાથે છોટા ઉદેપુર આવવાનો છે.
જેથી છોટા ઉદેપુરની ડોન બોસ્કો સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ચોરીની બાઈક આવતા તેને રોકીને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બાઈક ચોરીની હોવાનું કબૂલાત કરતા જીલ્લા એલ.સી.બી.એ આરોપી વિપુલ જેસિંગ રાઠવા રહે સુરખેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments