છોટે કાશી સિહોરના નવ નાથ મહાદેવની યાત્રાના નક્કર સ્વરૂપ માટેની હિમાયત
ગોહિલવાડના ઐતિહાસિક છોટે કાશી ગણાતાં સિહોરના નવ નાથ મહાદેવની યાત્રા કરતી વેળાએ ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી શ્રી સુનીલ ઓઝાએ આ ઉપક્રમને નક્કર સ્વરૂપ માટેની હિમાયત કરી છે.
શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક તીર્થ નગરી સિહોરમાં શિવજીના નવ સ્થાનકો નવ નાથ મહાદેવ દર્શન માટે ભાવિકોમાં ખૂબ આસ્થા રહેલી છે, અહી ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી શ્રી સુનીલ ઓઝા ત્રણ દસકાથી આ પરંપરાગત યાત્રા દર્શન લાભ લે છે.
રવિવારે શ્રી જગદીશસિંહ ગોહિલના સંકલન સાથે આ યાત્રામાં વારાણસી કાશીથી શ્રી સુનીલ ઓઝાએ સિહોર આવી આ યાત્રા કરી પોતાની વાત કરતા આ ઐતિહાસિક ભૂમિની વંદના કરી અને છોટે કાશી સિહોરના નવ નાથ મહાદેવની યાત્રાના નક્કર સ્વરૂપ માટેની હિમાયત કરી હતી, જેમાં સ્થાનિક આગેવાનોને જોડાવા ભાર મૂક્યો.
ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, સિહોર નગરપાલિકા અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ નકુમ, ભાજપ અગ્રણીઓ શ્રી હર્ષદભાઈ દવે, શ્રી હેમરાજસિંહ સોલંકી, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી શંકરમલ કોકરા, શ્રી શશીકાંત ભોજ, શ્રી સુરેશભાઈ માંગુકિયા, શ્રી રાકેશભાઈ છેલાણા, શ્રી છગનભાઈ ભોજ સહિત કાર્યકર્તાઓ નવ નાથ યાત્રામાં સાથે રહ્યા હતા.
Recent Comments