છ રાજ્યોમાં રાજ્યસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી ચોથી ઓક્ટોબરે યોજાશે
ચૂંટણી પંચના જણાવ્યા આ સાત બેઠકો પર ચોથી ઓક્ટોબરે ચૂંટણી યોજવામાં આવશે. મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બેઠક થાવરચંદ ગેહલોતને કર્ણાટકના ગવર્નર બનાવવાને કારણે ખાલી પડી છે. આસામમાં બિસ્વજીત ડાઇમેરીએ રાજીનામું આપી દેતા રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે. ભાજપ આસામમાંન્ર્બાનંદ સોનોવાલને રાજ્યસભાની ટિકિટ આપે તેવી શક્યતા છે કારણકે તેઓ હજુ સુધી બંને પૈકી કોઇ પણ ગૃહના સભ્ય નથી. પુડુચેરીમાં એન ગોકુલાકૃષ્ણનની મુદ્દત પૂર્ણ થવાના કારણે રાજ્યસભાની એક બેઠક ખાલી થવાની છે.તમિલનાડુમાં એઆઇએડીએમકેના બે નેતા કે પી મુનુસામી અને આ ર વૈથિલિન્ગમે રાજીનામું આપી દેતા બે બેઠક ખાલી પડી છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમુલના નેતા અને કેબિનેટ પ્રધાન માનસ રંજન ભુનિયાએ રાજીનામું આપી દેતા રાજ્યસભાની બેઠક ખાલી પડી છે. ચૂંટણી પંચે આજે રાજ્યસભાની સાત બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ બેઠકો રાજીનામુ, મૃત્યુ અને મુદ્દત પૂર્ણ થવા જેવા કારણોને લીધે આ સાત બેઠકો ખાલી પડી હતી. ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ તમિલનાડુમાં બે, પશ્ચિમ બંગાળમાં એક, આસામમાં એક, મહારાષ્ટ્રમાં એક, પુડુચેરીમાં એક અને મધ્ય પ્રદેશમાં એક બેઠકનો સમાવેશ થાય છે.
Recent Comments