fbpx
અમરેલી

જંગલખાતું તેના હિંસક પ્રાણીઓને પોતાની હદમાં રાખે નહિતર ખેડૂતો હથિયાર ઉપાડવા માટે મજબૂર બનશે-તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

છેલ્લા ઘણા સમયથી અમરેલી તાલુકાના ગામડાઓમાં ખેડૂતો તથા ખેત મજૂરો ઉપર વન્ય હિંસક પ્રાણીઓ દ્વારા જીવલેણ હુમલાઓથી લોકોમાં ફફડાટ ફેલાણો છે. આવા વન્ય હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ-દીપડા જંગલ ખાતાની હદ પાર કરીને રેવન્યુ વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે, છતાં પણ જંગલ ખાતાના અધિકારીઓ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છે, સરકાર કે જંગલ ખાતા દ્વારા કોઈપણ પ્રકારની પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવતી નથી, અમરેલી તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે

અને અમરેલી તાલુકો સંપૂર્ણ રીતે ખેતી ઉપર જ નિર્ભર છે. સાંપ્રત સમયમાં અમરેલી તાલુકાની ખેતી સંપૂર્ણપણે પરપ્રાંતિય મજૂરો ઉપર જ ટકી રહી છે. અને આ પરપ્રાંતિય ખેત મજૂરો વાડીમાં જ રહીને ખેતીકામ કરતા હોય છે, ત્યારે જંગલના હિંસક પ્રાણીઓ સિંહ-દીપડા દ્વારા ખેડૂતો,ખેત મજૂરો તથા તેના બાળકો ઉપર અવાર-નવાર જીવલેણ હુમલાઓ થતા હોવાથી ખેતી કામ છોડીને જઈ રહ્યા છે, જો પરપ્રાંતીય મજૂરો ખેતીકામ છોડીને જતા રહે તો ખેતી સાવ ભાંગી જશે અને ખેતી કામ કરવા માટે કોઈપણ તૈયાર થશે નહીં, માટે ખેતી, ખેડૂતો,ખેત મજૂરો અને અને તેના બાળકોને બચાવવા માટે જંગલ ખાતું તેના વન્ય હિંસક પ્રાણીઓને પોતાની હદમાં રાખે, જો જંગલ ખાતું વન્ય હિંસક પ્રાણીઓને પોતાની હદમાં નહીં રાખે તો ખેતી -ખેડૂત-ખેત મજૂરોને બચાવવા માટે મજબૂર થઈને ખેડૂતોને હથિયાર ઉપાડવા પડશે જેની નોંધ ગંભીરતા પૂર્વક સરકાર તથા જંગલ ખાતું લે તેવી ચીમકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ઉચ્ચારી છે.

Follow Me:

Related Posts