fbpx
અમરેલી

જંત્રાખડી ગામમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા ના આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે સાધુ સમાજ દ્વારા રેલી યોજી કોટડાસાંગાણી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

કોટડાસાંગાણીના વેરાવળના સાધુ સમાજ દ્વારા કોડીનારના જંત્રાખડી ગામે બાળકી પર દુષ્કર્મ ગુજારી તેમની હત્યાની ઘટના તાજેતરમાં જ સામે આવી હતી.જે ઘટના બાદ સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.જેના સંદર્ભમા સાધુ સમાજ દ્વારા રેલી યોજી આ બનાવના આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે કોટડાસાંગાણી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સાથેજ આવા બનાવમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી  કરી સ્પેશિયલ કોર્ટમાં આ અંગેના કેસોમાં ચુકાદો પણ તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી બને છે.સમાજમા રહેલા હેવાનોને ફાંસી ની સજા કરવામાં આવે તેવિ માંગ પણ કરવામાં આવી હતી. ત્યારે બહોળી સંખ્યામાં સાધુ સમાજના લોકો અને વેરાવળ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts