fbpx
અમરેલી

જંત્રી નાં દર સોના કરતાં ઘડામણ મોંઘું  ચૂલા માંથી લ્યો કે આગોળ માંથી બંને રાખ કહેવાય ને ?    મોટી લોન લઈ બેંકો ને ધુમ્બો મારવું નું વધતું ચલણ બળતું ઘર કૃષ્ણાર્પણ 

ગુજરાત સરકારે જંત્રી નાં દર ની પુનઃ આકારણી કરવા જઈ છે ત્યારે તા.૨૦/૧૧/૨૪ થી પ્રસિદ્ધ જાહેરનામા માં આગામી તા ૨૦/૧૨/૨૪ સુધી ઓન લાઈન વાંધા રજૂ કરવા ચોરા ચાવડી નોટિસ પ્રસિદ્ધ માં એક માસ દરમ્યાન નો સમય નિયત કર્યો છે ત્યારે તાજેતર નાં જંત્રી નાં દર સામે  ૪-૯૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી છે પણ જંત્રી ચાર ઘણી થાય તો સ્ટેમ્પ આપો આપ વધારે લેવાથી મિલકત ખરીદ કરતા ને સોના કરતા ઘડામણ વધે તેનું શુ ? પછી મિલકત લેનાર વેચનાર બંને પક્ષ ને મોટી નાણાકીય વાઇટ એન્ટ્રી નો પ્રશ્ન નાણાં આવ્યા ક્યાંથી તેનો સ્ત્રોત ઉપરાંત સ્વીકાર નાર વ્યક્તિ ને ઓછી કિંમત નક્કી થઈ હોય અને તેના નામે વધુ નાણાં પરત દેવાનો ના પ્રશ્ને ભારે અસમંજસ ઉભી થાય તેનું શું ? જૂની જીર્ણ ખડેર મિલકત ખરીદતા પહેલાં જંત્રી નાં દર જાણી લેવા જરૂરી કારણ કે મિલકત કરતા દસ્તાવેજ ની રકમ વધી જતી હોય તો ? પલાળિયા પછી મુંડાવવી પડે તો પડે જ 

જંત્રી ના દર વધારવા થી તેની આડ અસરો એ થતી રહી છે કે  બેંકો ને ધુમ્બો મારવા નું ચલણ વધ્યું મોટા ભાગ ની મિલકતો તારણ માં લઇ ધિરાણ આપી પછી ફડચામાં જતી સ્થાવર મિલકતો ની વેલ્યુ હોતી નથી કોઈ ભેજાબાજ વ્યક્તિ ઉંચી કિંમત નો દસ્તાવેજ નોંધાવી દે એટલે પાંચ ચાલી પત્રક ની નોંધ આધારે જંત્રી ના દર આપો આપ વધી જાય અને પણ વધુ કિંમત નો દસ્તાવેજ કરી બેંકો ના વેલ્યુલર મારફતે વધુ કિંમત આકારી ટી સી આર મેળવી બેંક ધિરાણ માંથી મિલકત ના ૬૬% ધિરાણ મેળવી લે પણ એ મિલકત તો પાણી ના મુલે પણ કોઈ ખરીદે નહિ સરવાળે બેંક ને ધુમ્બો મારવાની આ રીત ના કારણે બેંકો ના ઋણવસૂલી અધિકારી ગમે એટલા જાહેરાતો આપી બીજો ત્રીજો કે ચોથો પ્રત્યનો કરે તો પણ આ મિલકત કોઈ ખરીદી કરતું નથી સરવાળે નાણા નિયમન સંસ્થા ઓના નાણાં ડૂબે એ સર્વ વિદિત છે કેટલાય ઉદ્યોગ બંધ પડ્યા છે તેનું મુખ્ય કારણ શું ? ગુજરાત સરકાર જંત્રી ના દર સુધારવા જઈ રહી છે ત્યારે ઓન લાઇન વાંધા માંગ્યા પણ સમય મર્યાદા માં ગુજરાત ની જનતા વાંધા રજૂ કરશે ? જુના ગામતળ પોળ ચાલી કે જીર્ણ અવસ્થા ની મિલકત સાંકડી બજારો ની મિલકત ઓછી કિંમત ની મિલકત ખરીદ કરવા પહેલા જંત્રી જાણવી જરૂરી નહિતર સોના કરતા ઘડામણ મોંઘું થઈ પડી શકે છે લોન ફાયનાન્સ કરાવવા જુના ગામતળ કે ખાતેદાર બની રહેવા ઘણી વાર સસ્તી મિલકત ની લ્હાય માં સસ્તું સરવાળે મોંઘું પડી શકે છે 

ઘણા કિસ્સા ઓમાં લોન ફાયનાન્સ માટે ખૂબ ઉચ્ચી કિંમત નો કોઈ વ્યક્તિ એ દસ્તાવેજ કરાવ્યો હોય તો તે વિસ્તાર માં કોઈ ગરીબ પરિવારે ધરનું ઘર કે આશરો મેળવવા ના ઉજળા ઉદેશે જૂનું જીર્ણ ખડેર મિલકત લેનાર પારાવાર પસ્તાય છે મિલકત ની કિંમત કરતા દસ્તાવેજ ની રકમ વધી જતી હોય છે જંત્રી કરતા પણ પાંચ ચાલી પત્રકો ના આધારે ઓછી રકમ નો દસ્તાવેજ થતો નથી કારણ કોમ્પ્યુટર ના ડેટા માં એ વિસ્તાર ની જંત્રી ખૂબ ઉંચી જતી રહી હોય એટલે નોંધણી રજીસ્ટર થતી નથી પહેલા ઓછી સ્ટેપમ ડ્યુટી માં કારણે ૩૨ ક હેઠળ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી થી ચૂક દસ્તાવેજ થતો પણ હવે જંત્રી ના જંતર મંતર ની માયાજાળ સમજી વિચારી કરવા જેવું જંત્રી ના જંતર મંતર ના કારણે અસંખ્ય મિલકત ધારકો વગર દસ્તાવેજો કબ્જેદાર તરીકે વર્ષો થી પીડા ભોગવી રહ્યા છે પોતા ની મિલકત ના ઉપભોગ સિવાય રેવન્યુ રેકર્ડ માં નોંધ કે અન્ય કોઈ લાભો મેળવી શકતા નથી ત્યારે ગુજરાત સરકારે અત્યારે ૨૦ ડિસેમ્બર સુધી માં જંત્રી ના દર અકારતા પૂર્વે ઓન લાઇન વાંધા રજૂ કરવા ચોરા ચાવડી નોટિસ પ્રસિદ્ધ કરી પણ જંત્રી ના જંતર મંતર સામે જનતા જાગશે ખરી ? જંત્રી ના દર વધવા થી લે વેચ કરનાર માથે સ્ટેમ્પ ડ્યુટી નું ભારણ કરોડો નું વધશે ભલે સ્ટેમ્પ ડ્યુટી નથી વધતી પણ જંત્રી વધે એટલે દસ્તાવેજ ના સ્ટેમ્પ તો વધે જ ચૂલા માંથી લ્યો કે આગોળ માંથી બંને રાખ કહેવાય ને ? કોઈ પણ વિસ્તાર માં બેફામ જંત્રી ના દર એકલ દોકલ વ્યક્તિ એ લોન ફાયનાન્સ નો લાભ મેળવવા ઉંચી કિંમત ના દસ્તાવેજ નાના અને મધ્યમ વર્ગ ના લોકો માટે ભારે હાલાકી ઉભી કરી છે ત્યારે સરકાર ફરી નવા જંત્રી ના દર આકારવા જઈ રહી ભગવાન બચાવે નાના મધ્યમ વર્ગી પરિવારે ને જંત્રી ના દર ઉંચા હોવા ની જાણ મિલકત ખરીદી બાદ થતા ઘણા મિકલત ધારકો માત્ર બનાખત કે અવેજી રકમ વગર નોટરી કરાર આધારે પીડા ભોગવતા હોવા ના કિસ્સા વારંવાર સાંભળવા મળે છે અને દસ્તાવેજ કે દસ્તાવેજ પછી ના કોઈ વહેવારો રેવન્યુ રેકર્ડ માં મિલકત ખરીદનાર મેળવી શકતા નથી ત્યારે વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો ની યુક્તિ સામે જનતા કેટલી જાગૃત છે તે ૨૦ ડિસેમ્બર બાદ જોવાનું રહ્યું 

Follow Me:

Related Posts