જગતગુરુ શંકરાચાર્ય સ્વામી ઇન્દુઆશ્રમજીએ અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભિયાન સમિતિમાં પ્રવિણ રામને ગુજરાત અધ્યક્ષ તરીકે નિયુકત કર્યા
ભારત દેશમાં ગૌરક્ષા માટે અનેક સંગઠનો અને અનેક લોકો કાર્ય કરી રહ્યા છે પરંતુ જગતગુરુ શંકરાચાર્યો દ્વારા પણ વર્ષોથી હિન્દુ ધર્મના રક્ષણની સાથે સાથે ગૌમાતાના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને આવા સરાહનીય કામોમાં સરકાર તેમજ અધિકારીગણ પણ શંકરાચાર્યના માર્ગદર્શન મુજબ જ વર્ષોથી કામ કરતા આવ્યા છે , ત્યારે હિન્દુ ધર્મના મુખ્ય ચાર મઠમાના એક જોશીમઠ ( કેદારનાથ, બદ્રીનાથ ) દ્વારા વર્ષોથી ગૌરક્ષા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભીયાન સમિતિ ચલાવવામાં આવી રહી છે,જેમની અંદર સરકારનો સંપૂર્ણ સહયોગ રહે છે, અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્ય જ હોઇ છે, હાલ સ્વામી ઇન્દુઆશ્રમજી મહારાજ કેદારનાથ,બદ્રીનાથ અને જોષીમઠના જગતગુરુ શંકરાચાર્ય તો છે પણ સાથે સાથે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે ત્યારે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જોશીપીઠના જગતગુરુ શંકરાચાર્ય ઇન્દુઆશ્રમ સ્વામીજી અને સમિતિના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ગુજ્જરજી દ્વારા ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવિણ રામ ઉપર વિશ્વાસ મૂકીને એમને આ સમિતિના ગુજરાતના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, પ્રવિણ રામ પોતે ગુજરાતમાં એક જાણીતો ચહેરો છે જેમણે લોકોના સ્વાસ્થ્ય માટે, કર્મચારીઓ માટે, ખેડૂતો માટે, યુવાનો માટે અનેક આંદોલનો કર્યા છે અને મોટાભાગના આંદોલનોમાં પ્રવિણ રામને સફળતા પણ મળી છે ત્યારે આ સમિતિના ગુજરાત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રવિણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જગતગુરુ શંકરાચાર્યજીએ મારા પર વિશ્વાસ રાખીને આટલી મોટી જવાબદારી મને સોંપી છે ત્યારે હું એમના શરણોમાં નતમસ્તક વંદન કરું છું ,અને વિશ્વાસ પણ આપુ છું કે મને આપેલી જવાબદારી પૂરી નિષ્ઠાથી નીભાવીશ, ગૌમાતાના ઉત્થાન માટે અને ગાયોને કતલખાને જતી રોકવા માટે જીવ આપી દેવાની તૈયારી પણ સમિતિના નવા અધ્યક્ષ પ્રવિણ રામે બતાવી, અને સાથે સાથે આ સમિતિ દ્વારા ગૌ માતાની ઓરીજીનલ નસલ તરફ વળવા તેમજ ગૌમૂત્ર,છાણમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા તેમજ ગાય આધારિત ખેતી તરફ ખેડૂતોને વાળવા જેવા અનેક ધ્યેય સાથે અને જગતગુરુ શંકરાચાર્યના અને સમિતિના મહામંત્રી જય પ્રકાશ ગુજ્જરજીનાં માર્ગદર્શન હેઠળ આ સમિતિ ગુજરાતમાં કાર્ય કરશે એવું સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવિણ રામ દ્વારા જણાવવામાં આવ્યું
Recent Comments