છેલ્લા એક વર્ષથી ત્રણ કાળા કૃષિ કાયદાની સામે જગતના તાત ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતા અને અંતે લાંબા સંઘર્ષ બાદ આ હિટલરશાહી સરકાર સામે ખેડૂતોનો વિજય થયો છે અને ભાજપ સરકારનુ ઘમંડ ચકનાચૂર થયું છે .નરેન્દ્ર મોદીએ આ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરવાની સાથે જ સાબિત થઈ ગયું છે કે મોદી સરકાર ખોટી છે અને જગતના તાત ખેડૂતો સાચા છે. ખાલી જાહેરાત કરવાથી કાયદા રદ થતાં નથી પરંતુ સતાવાર રીતે મોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં કાળા કૃષિ કાયદા રદ કરવા માટે ખરડો પસાર કરીને મોદી સરકારે પોતાની ભૂલ સત્વરે સુધારી લેવી જોઈએ. મોદી સરકારે કરેલી ભૂલ અને મોદી હઠ ના લીધે છેલ્લાં એક વષૅથી આંદોલન ચલાવી રહ્યા ખેડૂતોએ વેઠેલી વેદના અને યાતના માટે જવાબદાર કોણ?
જગતના તાત ખેડૂતના સંઘર્ષ સામે હિટલરશાહી સરકારનુ ઘમંડ ચકનાચૂર :અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી


















Recent Comments