જગતના તાત સાથે પણ આ ભાજપ સરકારે છેતરપિડીં કરી : પરેશ ધાનાણી
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ મહેર વરસાવી છે, આ જોતા ૧૮ તાલુકાઓમાં ૧૩પ ટકાથી માંડીને ર૭૦ ટકા વરસાદ નોંધાયો છે, તે જોતા સર્વે કરાવવા માંગ ઉઠી છે, મહત્વની વાત તો એ છે કે સરકારે જાણે છેતરપિડી કરવામાં જગતના તાતને ય છોડયા નથી, કેમ કે વર્ષ ર૦ર૧–રર કરાયેલ સર્વે મુજબ ર૦૪ તાલુકાઓમાં ખેડુતોને મુખ્યમંત્રી કિસાન સહાય હજુ સુધી ચુકવવામાં આવી નથી જે તાત્કાલીક ચુકવવાની માંગ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.
સરકારી વેબસાઈડના આંકડાઓ જ કહી રહયા છે કે ગુજરાતના ૧૮ તાલુકાઓ એ વા છે જયાં ૧૩પ ટકા થી માંડીને ર૭૦ ટકા સુધી વરસાદ પડયો છે આ તાલુકાઓમાં હજુ સુધી સર્વે કરાયો નથી, આ તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ધારાસભ્યશ્રી ધાનાણીએ કરી છે.
ખેડુતોના હકના નાણાંય આ ભાજપ સરકાર આપવા તૈયાર નથી વર્ષ ર૦ર૦–ર૧માં ૧૭ તાલુકા ઉપરાંત વર્ષ ર૦ર૧–રર માં ર૦૪ તાલુકામાં સર્વે કરાયો હતો પણ આજદીન સુધી ખેડુતોને મુખ્યમંત્રી કિસાન સહાય ચુકવવામાં આવી નથી, નવાઈની વાત છે કે વર્ષ ર૦૧૯ માં ૧ર લાખ ખેડુતોએ રૂા ૪૩૦ કરોડ થી વધુ પાકવીમા પ્રિમિયમ ભર્યું હતું પણ આ રકમ પણ ખેડુતોને મળી શકી નથી, આમ આ ભાજપ સરકારે ખેડુતો સાથે પણ છેતરપિડી કરી છે.
Recent Comments