જગદીશ ત્રિવેદીએ અમેરીકાનાં પહેલા બે કાર્યક્રમોની આવક ટીંબી હોસ્પિટલને દાન કરી

જાણીતા હાસ્યકલાકાર,લેખક,કવિ અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી અત્યારે અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે ગયા છે. તેઓ ત્યાં ત્રણ મહીનાના રોકાણ દરમ્યાન આશરે ત્રીસ જેટલા કાર્યક્રમો કરશે. એમનો પ્રથમ કાર્યક્રમ બાલ્ટીમોરમાં
અને બીજો કાર્યક્રમ અમેરીકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં હતો. બન્ને કાર્યક્રમોમાં નિર્દોષાનંદજી હોસ્પિટલના ટ્ર્સ્ટી ડો. નટુભાઈ રાજપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીજા કાર્યક્રમમાં શ્રી કિરીટભાઈ ઊદેશીએ ખૂબ જહેમત ઉઠાવી હતી.આ બન્ને કાર્યક્રમોની સંપૂર્ણ આવક મળીને આશરે નવ લાખ રુપિયા જેટલી માતબર રકમ જગદીશ ત્રિવેદીએ નિર્દોષાનંદજી હોસ્પિટલને અર્પણ કરી દીધી હતી. ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ત્રણ મહીનાના રોકાણ દરમ્યાન ત્રીસ જેટલા કાર્યક્રમોમાં કલા રજુ કરી માતૃભૂમિની વધુમાં વધું સેવા કરવા માટે તત્પર છે
Recent Comments