જગદીશ ત્રિવેદીએ પુત્રવધુના ૨૬મા જન્મદિવસે ૨૬ લાખ રુપિયાનું દાન કર્યુ
ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર,લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે છેતારીખ આઠ સપ્ટેમ્બરના રોજ એમના પુત્રવધુ ડો. ઋષાલી મૌલિક ત્રિવેદીનો ૨૬મો જન્મદિવસ હતો જે જગદીશ ત્રિવેદીએ ટોરોંટો કેનેડા ખાતે અંગત પચીસ લોકોની હાજરીમાં અત્યંત સાદગીપૂર્વક ઉજવ્યો હતો.પોતે સાદગીથી જીવવું પણ સમાજસેવા હંમેશા ઉદારતાથી કરવી એવા જીવનમંત્રને લઈને જીવતાં આ કલાકારે પોતાના પુત્રવધુંના ૨૬મા જન્મદિવસે ગુજરાતની સાત વિવિધ સંસ્થાઓને કુલ ૨૬ લાખ રુપિયાનું દાન કરેલ છે. જેમાં શ્રી સાંદીપની વિદ્યાસંકુલ – સાપુતારાનેઅગીયાર લાખ , સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીને પાંચ લાખ, સુરેન્દ્રનગર પાસે ધ્રાંગધ્રા ખાતે આવેલા ભારતીય મિલિટરી કેમ્પસને પાંચ લાખ, શ્રી જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળા, નારી ભાવનગરને લાયબ્રેરી માટે અઢી લાખ, શ્રીમદ રાજચંદ્ર સેવા કેન્દ્ર સંચાલિત બહેરા-મૂંગા બાળકોની શાળા- અમદાવાદને એક લાખ, શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – ધ્રાંગધ્રાને એક લાખ તેમજ શ્રી વિનયવિહાર કેળવણી મંડળ- વાળુકડને પચાસ હજાર મળીને કુલ છવ્વીસ લાખ રુપિયાનું દાન કરેલ છે.
Recent Comments