fbpx
સૌરાષ્ટ - કચ્છ

જગદીશ ત્રિવેદીના દાનની રકમ નવ કરોડને પાર જૂનાગઢના કાર્યક્રમનો પુરસ્કાર જૂનાગઢની સરકારી શાળામાં દાન કરી મકરસંક્રાંતિ ઉજવીજગદીશ ત્રિવેદીના દાનની રકમ નવ કરોડને પાર 

આજે તા.૧૫/૦૧/૨૦૨૪ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ નવ કરોડને પાર કરી ગઈ છે. જૂનાગઢ ખાતે ગરવા ગિરનારની ગોદમાં શિવમહાપુરાણની કથામાં આજે જગદીશ ત્રિવેદીનો સત્સંગ હાસ્યરસનો કાર્યક્રમ હતો. 

જેના પુરસ્કાર પેટે અમેરીકાસ્થિત કલ્પેશભાઈ મારૂ તરફથી જગદીશ ત્રિવેદીને ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક જગદીશ ત્રિવેદીએ જૂનાગઢ ખાતે જ એમના દ્રારા બની રહેલી સરકારી પ્રાથમિક શાળા – પદ્મશ્રી ભીખુદાન ગઢવી પ્રા. શાળા, સરદારબાગ, જૂનાગઢના કોન્ટ્રાક્ટર જયેશભાઈ વિરાણીને અર્પણ કરતાં એમના વ્યક્તિગત દાનની રકમ ૯,૦૦,૦૦,૦૦૦/- નવ કરોડને પાર કરી ગઈ છે. જગદીશ ત્રિવેદીએ પ.પૂ. બુદ્ધદેવગીરીબાપુની ઉપસ્થિતિમાં આ ચેક સ્વીકાર્યો ત્યારે જૂનાગઢના કલાકારો સર્વશ્રી જીતુભાઈ દ્રારકાવાળા, શ્રી અમુદાન ગઢવી, શ્રી દીપક જોષી, શ્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી મનન રાવલ વગેરે આ ઐતિહાસીક ક્ષણનાં સાક્ષી થયા હતા. જગદીશ ત્રિવેદીનો મનરથ અગિયાર કરોડનું દાન કરવાનો છે જે આ વરસે જ પુરો થશે એવી એમને સાત્વિક શ્રદ્ધા છે.

Follow Me:

Related Posts