ભાવનગર

જગદીશ ત્રિવેદીના સન્માનમાં પાંચમો સર્વરોગ નિદાન કેમ્પ વસાડવામાં થયો

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનાં “ સન્માન બદલે સેવા” સુત્રને ચરીતાર્થ કરતો પાંચમો સર્વરોગ નિદાન કેમ્પ થયોજગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે તેમના ચાહકો દ્રારા ૧૧ ગામમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરીને અનોખું સન્માન કરવાનો મનોરથપુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો કે સન્માનપત્ર સ્વીકારશે નહીં પણ એમનું સન્માન કરવું હોય તો “ સન્માન બદલે સેવા “ કરો.જગદીશ ત્રિવેદીના મૌલિક અને સમાજોપયોગી વિચારને એમના ચાહકો અને મિત્રોએ વધાવી લીધો હતો અને પદ્મશ્રી નિમિતે ગુજરાતના કુલ ૧૧ શહેરમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરવા અને એમાં દવા પણ તદ્દન મફત આપવી એવી જાહેરાત કરી હતી. આ શૃંખલા અંતર્ગત પહેલો કેમ્પ દર્શન વિદ્યાલય- રતનપર , બીજો કેમ્પ શ્રી સ્વામીનારાયણ વિદ્યાર્થીભૂવન- સુરેન્દ્રનગર, ત્રીજો કેમ્પ બ્રહ્મસમાજ બોટાદ, ચોથો કેમ્પ પ્રથુગઢ બાદ પાંચમો કેમ્પ તા.૨૯/૪/૨૪ ના રોજ વસાડવાની શાળામાં થયો હતો. છઠ્ઠો કેમ્પ મે માસમાં મહુવા બ્રહ્મસમાજ દ્રારા થશે , સાતમો કેમ્પ રાજકોટ સર્જન ડોક્ટર્સ એશોશિએશન કરશે અને આઠમો કેમ્પ અણીન્દ્રા ગામમાં યોજાનાર છે. તા.૧૨/૧૦/૨૦૨૪ ના રોજ જગદીશ ત્રિવેદીના જન્મદિવસે એમની રકતતુલા કરી ભવ્ય રક્તદાન કેમ્પ દ્રારા આ ૧૧ કેમ્પના અભિયાનની પૂર્ણાહૂતિ થશે. 

Related Posts