જગદીશ ત્રિવેદીની સેવાની ગંગા બોસ્ટનથી બોડેલી સુધી પહોંચી
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા બાદ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ એવા ડો. જગદીશ ત્રિવેદી હાલ નોર્થ અમેરિકાના પ્રવાસે છે. થોડાં દિવસ પહેલાં જ નવમી જૂનના રોજ એમનો અગિયાર કરોડનું દાન કરવાનો મનોરથ પુરો થયો હતો એ સૌ કોઈ જાણે છે. ત્યારબાદ એમની સેવાની સરિતા છેક છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી સુધી પહોંચી છે. બોડેલીમાં સંજીવની ક્લિનીક નામની હોસ્પિટલ દ્રારા સમાજસેવા કરતાં ડો. સેજલબહેન ભગતને આ વિસ્તારના લોકો મધર ટેરેસાના નામથી ઓળખે છે એવી એમની સેવા છે. તા.૧૩/૬/૨૦૨૪ ગુરૂવારના રોજ બોસ્ટન શહેરના ટીંગ્સબોરો વિસ્તારમાં આવેલા ભગતસમાજના હોલમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ભગત સમાજ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને કાલુપુર ગાદીના સ્વામિનારાયણ મંદિરનો પણ સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૧૧,૯૦૫ અમેરીકન ડોલર એટલે કે ભારતના દસ લાખ રુપિયા એકત્ર થયા હતા જે જગદીશ ત્રિવેદીએ બોડેલીની ઉપરોક્ત હોસ્પિટલ માટે રવાના કર્યા હતા.
Recent Comments