ગુજરાત

જગદીશ પટેલની રાજપથ ક્લબમાં પ્રમુખ તરીકે નિમણૂક

રાજપથ ક્લબમાં દર વર્ષે ૧૦ ડિરેકટરો માટે ચૂંટણી યોજાતી હોય છે. જેમાં આ વર્ષે ૧૦ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આ ૧૦ ડિરેક્ટરોમાં બે ડિરેકટરો નિવૃત થતા નવા બે ડિરેક્ટરોનો સમાવેશ કરાયો હતો. ગુરુવારે એજીએમમાં નવા ડિરેક્ટર, કોઓપ્ટ મેમ્બરની નિમણૂક કરાઈ હતી. આ વર્ષે કમલેશ પટેલ અને રાજેશ ડોબરીયાની જગ્યાએ અનીલ શાહ અને મનોજ પટેલ (મુખી)ને લેવાયા છે. જ્યારે કલબના પ્રેસિડન્ટ તરીકે જગદીશચંદ્ર પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે ડો. વિક્રમ શાહ, વાઇસ પ્રેસિડન્ટ બિપિન પટેલ, સેક્રેટરી મિસેલ પટેલ, જાેઇન્ટ સેક્રેટરી રક્ષેશ સત્યા અને સુનિલ પટેલ તેમજ ટ્રેજરર તરીકે ફેનિલ શાહની નિમણૂક કરાઈ છે. નવા દસ ડિરેકટરોમાં અનિલ શાહ, દિલીપ પટેલ, કિરણકુમાર વસાણી, મનોજ પટેલ, મિશલ પટેલ, મુકેશ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે.

Related Posts