અમરેલી

જનકભાઈ સી. પંડયા ફરી વખત જિલ્લા કોંગ્રેસમાં મહામંત્રીનું પદ શોભાવશે : નિમણુંકને સર્વત્ર આવકાર

કોલેજકાળથી કોંગે્રસી વિચારધારાને વરેલા સનિષ્ઠ કાર્યકર એવા જનકભાઇ મહામંત્રી તરીકેની નિમણુંકને આવકારતા વિવિધ અગ્રણીઓ તેમજ વિવિધ સેવાકીય સંસ્થા અને અમરેલી જિલ્લા બ્રહ્મસમાજ

કોંગ્રેસ પ્ાક્ષના પાયાના કાર્યકર અને માર્ગદર્શન એવા બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી જનકભાઈ સી. પ્ાંડયાની અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવામાં આવી રહી છે. 
 કોલેજકાળથી સતત કોંગ્રેસ પ્ાક્ષ સાથે જોડાયેલ અને કોંગ્રેસી વિચારધારાને વરેલા એવા સનિષ્ઠ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શ્રી જનકભાઈ પ્ાંડયાની અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ''મહામંત્રી'' તરીકે થયેલ નિમણંૂકને વિવિધ સમાજ  શ્રેષ્ઠીઓ તથા અમરેલી ની સેવાકીય સંસ્થા કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવકારવામાં આવે છે.
 વ્યાવસાયિક અને સામાજીક રીતે બહોળો ચાહક વર્ગ ધરાવતા શ્રી જનકભાઈ સરળ સ્વભાવના અને દરેક સમાજના લોકો સાથે સમન્વયથી કામ કરતા હોય રાજકીય વર્તુળોમાં ઉમદા વ્યક્ત્વિની છાપ્ા ધરાવે છે..
 અમરેલી બ્રહ્મ સમાજના પ્રમુખ તનસુખભાઇ ઠાકર, મહામંત્રી શ્રી રમેશભાઈ પ્ાંડયા, પૂર્વ મહામંત્રી શ્રી દિલીપ્ાભાઈ મહેતા, યુવા એડવોકેટ સંદીપ્ાભાઈ પ્ાંડયા, ભાવિન ત્રિવેદી, શાસ્રી રમેશભાઈ ઠાકર, હંસાબેન જોશી, નરેશભાઈ અધ્યારૂ, નગર પાલિકા સદસ્ય એક્ાબેન હાર્દિકભાઈ કનાડા, જગદીશભાઈ વ્યાસ, ચેતનભાઇ ભટ્ટ, રામભાઈ દવે, શશીકાંતભાઈ જાની, અંકિતભાઈ જાની, ડો. નિખીખેશ જાની, રાજુભાઈ વ્યાસ, સાગરભાઇ વ્યાસ, તેજસ ઠાકર સહીતના દવારા આ નિમણુંકને આવકરાવામાં આવેલ છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી શુભકામના પાઠવવામાં આવી છે.

Related Posts