લાઠી શહેર માં ઉદારદિલ દાતા દેસાઈ પરિવારે વર્ષ ૨૦૦૭ મા આ જનકુટીર બનાવી હતી અને સ્થાનિક પાલિકા ને સોંપી હતી દાતા દાન દઇ અલિપ્ત થતા હોય અને દાન સ્વીકારનાર ની જવાબદારી શરૂ થતી હોય છે પણ દીધેલા દાન નો સદુઉપીયોગ નહિ થતા દાત નું દિલ ત્યારે દ્રવી ઉઠે જ્યારે દાન નો હેતુ સિદ્ધ ન થાય શહેરીજનો માટે છાંયડો ઉભો કરી સમર્પિત કરી દેનાર દાતા દેસાઈ પરિવારે જનકુટિર ની જીર્ણ હાલત જોતા પુનઃ જીર્ણોદ્ધાર તો કર્યો પણ સ્થાનિક તંત્ર જાળવણી અંગે જાયજો લેશે ? દાતા ના દાન માંથી નિર્માણ પામેલ જાહેર મિલકત પ્રત્યે પાલિકા તંત્ર એ વ્યર્થ અને આવી બેદરકારી દાખવવાની ? જનકુટિર કોઈ ની રાહ જોવા માટે કે બસ કે રીક્ષા માટે લોકો તડકામાં ઊભા રહેતા ઝાડના છાંયે રાહ જોતા રાહદારી વટેમાર્ગુ માટે શારદાબેન ભુપતભાઈ દેસાઈ ભુપતભાઈ ડાયાભાઈ દેસાઈ પરિવારે આ જનકુટીર બનાવવી આપેલી અને તેનું સંચાલન લાઠી નગરપાલિકાને સોંપવામાં આવ્યું હતું, તેની વ્યવસ્થા કે સંભાળ ન લેતા અત્યારે ૨૦૨૪ માં દાતા પરિવાર ના પુત્રોરત્નો ધીરુભાઈ, દીપકભાઈ અને વિજયભાઈ દેસાઈ એ પુનઃ જીર્ણોદ્ધાર કરાવી આપ્યો છે ત્યારે જાહેર મિલકત ની જાળવણી એ સહિયારી ફરજ સમજી દરેક નાગરિકો એ પબ્લિક પ્લેસ માં સ્વચ્છતા અને જાળવી માટે સ્વંયમ જાગૃત બને તેવી અપીલ કરી હતી
જનકુટિર ના દાતા દેસાઈ પરિવારે પુનઃ જીર્ણોદ્ધાર કરી જનકુટિર ની જાળવણી સૌની સહિયારી ફરજ

Recent Comments