સાવરકુંડલા શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપવન (જનતા બાગ) ખાતે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા અને તમામ સદસ્યો અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સાથે રાખીને જનતા બાગમાં સફાઈ કરાવાતાં લોકોમાં આંનદની લાગણી પ્રસરી જવા પામી. હાલ પાનખર ઋતુ હોવાથી દરરોજ વૃક્ષોના પાન પુષ્કળ પ્રમાણમાં આ બગીચામાં ખરતાં હોવાથી જનતા બાગમાં રોડ રસ્તાઓ અને બગીચામાં સુકા પાનને એકઠા કરીને રસ્તા ઉપર સાફ સફાઈ કરાવવામાં આવી. અને આમ ગાર્ડનમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું.
જનતા બાગમાં હાલ પાનખર ઋતુ હોય સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી


















Recent Comments