ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઇ ચાવડા, બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર ની ઉપસ્થિતિમાં, “ જનમંચ ” કાર્યક્રમમાં પધારવા આપશ્રીને હાર્દિક આમંત્રણ છે. અંબાજી, જિ- બનાસકાંઠા તારીખ: ૦૩/૦૮/૨૦૨૪, શનિવાર સમય: સવારે ૧૧:૦૦ કલાકે સ્થળ: ખોડીવડલી, અંબાજી, જિ. બનાસકાંઠા ધાનેરા. જિ- બનાસકાંઠા તારીખ: ૦૪/૦૮/૨૦૨૪, રવિવાર સમય: બપોરે ૦૧:૦૦ કલાકે સ્થળ: મોમબાપાજી મંદિર, ડીસા હાઇવે, ધાનેરા, જિ – બનાસકાંઠા જનમંચ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જાહેર જનતા ને એમના પ્રશ્નો રજુ કરવા માટે નો મંચ કોંગ્રેસ પાર્ટી આપશે અને એમના પ્રશ્નો ને જનસભા થી વિધાનસભા સુધી લઇ જશે.
મુખ્ય મુદ્દા..
૧. સરકારી તંત્ર માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર બાબત
૨. કથળતી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બાબત (મહિલાઓની છેડતી અત્યાચાર વધતા બનાવો), (ગેરકાયદેસર દબાણો, ટ્રાફિકની સમસ્યાઓ) (વિસ્તાર માં ચાલતી દેશી વિદેશી દારૂ ની હાટડીઓ, જુગાર, અનૈતિક પ્રવૃત્તિઓ) (માથાભારે તત્વો દ્વારા જમીન મિલકતો પચાવી પાડવા અને વ્યાજખોરો ના ત્રાસથી પરેશાની) (પોલીસતંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી બાબત)
૩. યુવાન ભાઈ-બહેનો ને થઇ રહેલા અન્યાય (ધીમી સરકારી ભરતી, પેપરલીક, ડમી કાંડ બાબત)
૪. ખેડૂતો ને થઇ રહેલા અન્યાય (જમીન માપણી, વીમા યોજના ગેરરીતિ, ગૌચર ની જમીન પચાવી પાડવી, જમીન પર થયેલા દબાણ, વીજ મીટર અને વીજળી, પોષણક્ષમ ભાવ બાબત)
૫. નિયમિત રૂપે ટેક્ષ અને જીએસટી ભર્યા પછી પણ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય સુવિધાઓ થી વંચિત છો એ બાબત
૬. મોંઘુ શિક્ષણ લીધા પછી પણ સતત નડતી રોજગારી ની સમસ્યા અને જિલ્લા માં માત્ર પ્રાઇવેટ કોલેજો ને બેફામ પરવાનગી આપવામાં આવી છે એ બાબત
૭. ભૂગર્ભ જળ ના સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે. ખેત તલાવડી યોજના હોય કે ગામ ના તળાવ ઊંડા કરવાની બાબત હોય તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ છે એ બાબત
૮. સરકારી દવાખાના અને હોસ્પિટલ માં માળખાકીય સુવિધાઓ મળતી નથી, ગામેગામ અદ્યતન લેબોરેટરી ઉપલબ્ધ નથી, મોંઘા આરોગ્ય બાબત ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતાના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરફ થી, જનતાને માટે જનમંચની શરૂઆત. આ કાર્યક્રમ માં તાલુકા/જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા હાજર રહેશે. ઉપરોક્ત જનમંચ ના કવરેજ માટે આપશ્રી ના પત્રકારશ્રી / ફોટોગ્રાફરશ્રી, ટી.વી. ટીમ તથા વેબ જર્નાલિસ્ટને ઉપસ્થિત રહેવા નિમંત્રણ સહ વિનંતી છે.
Recent Comments