જન્મદિવસ પર વિકીની કવિતા સાંભળીને અંકિતા ભાવુક થઈ જશે
અંકિતા લોખંડેનો જન્મદિવસ ૧૯મી ડિસેમ્બર છે. અંકિતા, જે સામાન્ય રીતે તેના જન્મદિવસ નિમિત્તે તેના મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરે છે, તે હાલમાં બિગ બોસના ઘરમાં છે. આ ઘરમાં ન તો તેનો કરોડપતિ પતિ તેને મોંઘી ભેટ આપી શકે છે અને ન તો તે બહારથી સુંદર કેક મંગાવી શકે છે. હાથમાં કંઈ ન હોવા છતાં, વિકી જૈન તેની પત્ની અંકિતા લોખંડે માટે ખૂબ જ રોમેન્ટિક શૈલીમાં સરપ્રાઈઝ પ્લાન કરવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ આપણે જાેઈશું કે વિકી જૈન મુનવ્વર ફારૂકીને કહેશે કે તે અંકિતા માટે કવિતા લખવા માંગે છે..
માત્ર મુનવ્વર ફારૂકી જ નહીં, પરંતુ તેની કથિત ગર્લફ્રેન્ડ આયેશા ખાન પણ વિકી જૈનને અંકિતા માટે કવિતા રચવામાં મદદ કરશે, જાેકે આ વાત અંકિતાથી સંપૂર્ણપણે છુપાવવામાં આવશે. જ્યારે અંકિતા વિકીને મુનવ્વર, ઈશા અને આયેશા સાથે વાત કરતા જાેશે, ત્યારે તે તેમને પૂછશે કે તેઓ શું વાત કરે છે? પરંતુ તેમનું ધ્યાન હટાવવા માટે, ત્યાં હાજર ઈશા કહેશે કે વિકી ભાઈએ તેમને અંકિતા સાથે તેમની વાર્તા શેર કરવાની મનાઈ કરી છે. ઈશાની વાત સાંભળીને અંકિતા લોખંડે પરેશાન થઈ જશે. પરંતુ કોઈ તેમને સમજાવવાનો પ્રયત્ન કરશે નહીં..
જ્યારે બિગ બોસ ઘરની લાઈટો બંધ કરશે ત્યારે આયેશા અંકિતાને તેની સાથે તેના બેડરૂમમાંથી બહાર લાવશે અને વિકી ઘૂંટણિયે બેસીને અંકિતાની સામે કવિતા રજૂ કરશે અને કહેશે કે મારી કોલસા જેવી રાતો, તારી હીરા જેવી એન્ટ્રી. તમારા આગમનથી મારું જીવન પૂર્ણ થયું. વિકીની કવિતા સાંભળીને અંકિતા ભાવુક થઈ જશે. માત્ર વિકી જ નહીં, અભિષેક કુમાર અને સમર્થ જુરેલ પણ અંકિતાને તેમની રમૂજી કવિતા સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવશે. આ દરમિયાન અંકિતા વિકીને કહેશે કે તે માત્ર ગુસ્સાનું નાટક કરી રહી હતી, તે જાણતી હતી કે બધા તેના માટે સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે.
Recent Comments