સમાચાર એવા મળે છે કે રેશનશોપ ડીલરની હડતાળ સમેટાઇ ગઇ. સારી વાત છે. હમણાં જન્માષ્ટમીનું પર્વ નજીક હોય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ પર્વ ખૂબ હોંશે હોંશે ઉજવી શકે તે માટે પણ સાવરકુંડલા શહેરમા વેચાતા મીઠાઈ અને ફરસાણમાં રાહત ભાવે લોકોને મીઠાઈ ફરસાણ મળી રહે તે માટે પુરવઠા વિભાગે ફરસાણ તથા મીઠાઈ વેચતાં તમામ દુકાનદારોની એક ઇમરજન્સી મિટિંગ બોલાવી આ પર્વ પૂરતું લોકોને વ્યાજબી ભાવે મીઠાઈ ફરસાણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવું આમ જનતા ઈચ્છે છે.
આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તાલુકા મામલતદાર સાહેબને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આ સંદર્ભે યોગ્ય કરે.આ કાળઝાળ મોંઘવારીનાં યુગમાં યોગ્ય ભાવ નિયંત્રણ હોય તો .આમ જનતા પણ આ તહેવાર સુખ શાંતિથી ઉજવી શકે, વળી રાજકોટની ગોપાલ નમકીન વાળા જો સાવરકુંડલા બેઠા ૭૦ રૂપિયામાં ૫૦૦ ગ્રામ એલ્યુમિનિયમ ફોઇલ વાળી બેગમાં એર ટાઈટ કરીને આપતા હોય ત્યારે સાવરકુંડલાના આપણા જ વેપારી ભાઈઓ ગ્રાહકો પાસેથી ખૂબ જ ઉઘાડી લુટ ચલાવતા હોય એવા સંજોગોમાં મામલતદાર શ્રીએ તોલમાં અધિકારી શ્રી તથા ફૂડ ઇન્સ્પેક્ટર શ્રીને હાજર રાખીને ફરસાણના ભાવ બંધાણા માટે તાત્કાલિક મિટિંગ બોલાવી જોઈએ એમ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું.


















Recent Comments