fbpx
અમરેલી

જન્માષ્ટમી પર્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની વેળા.. આનંદ ઉત્સાહ અને ઉમંગનો તહેવાર. હૈયે હેત અને મનમાં હરિ સ્મરણની ઘડી. આ સંદર્ભે એક સૂત્રાત્મક શુભેચ્છા સંદેશ એટલે “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી” 

સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરજન્માષ્ટમી મહોત્સવની હિન્દૂ યુવા સંગઠન દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલામાં ૧૦૮  કાનુડા સાથે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી. સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દૂ યુવા સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ઉત્સાહ ભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા અને ૧૦૮ કાનુડાની વેશ ભૂષા સાથેની વિશાળ શોભાયાત્રા સાવરકુંડલા જેસર રોડ સનાતન આશ્રમ ખાતેથી પ્રસ્થાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી જેમાં સોનેરી રથમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી શોભાયાત્રા દરમિયાન તમામ જ્ઞાતિના ઇષ્ટદેવની પ્રતિમા અને વિવિધ ફ્લોટ્સ સાથે  શણગારેલા ટ્રેક્ટરો જોડાયા હતા અને આ વિશાળ શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈને ગોવર્ધન નાથજીની હવેલી ખાતે સમાપન થયું હતું   અને કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધાના સ્પર્ધકો અને ૧૦૮ કાનુડાને ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા

તેમજ જન્માષ્ટમી ઉત્સવ નિમિતે વિશ્વહિન્દુ પરિષદના ૬૦ વર્ષ પૂર્ણ થતાં હોય અને દુર્ગાવાહીની અને માતૃશક્તિની બહેનો દ્વારા શોર્ય રાસ અને શોર્ય રેલી પ્રદર્શન કર્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સાવરકુંડલા હિન્દૂ યુવા સંગઠનના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ હિન્દુ યુવા સંગઠનની યાદીમાં યોગેશ ઉનડકટ દ્વારા જણાવાયું હતું

Follow Me:

Related Posts