fbpx
અમરેલી

જન આશીર્વાદ યાત્રાને ધારી, ચલાલા, કુંડલા અને ક્રાંકચમાં પ્રચંડ આવકાર

દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું નામ દુનિયાભરમાં આગવી ઓળખ મેળવી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના સાંસદોને ઐતિહાસિક પ્રતિનિધિત્વ મળ્યું.

અમરેલી જિલ્લાના ધારી, ચલાલા, કુંડલા અને ક્રાંકચ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખેડૂતો, વેપારી, દુકાનદારોથી લઈને વિવિધ સમાજના આગેવાનો સહિત સાધુ સંતોએ હેતથી આવકાર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આ તકે રાજ્યના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ સરવૈયા, પ્રદેશ ભાજપ મંત્રીશ્રીઓ શ્રી રઘુભાઈ હુંબલ,  શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી ઝવેરીભાઈ ઠકરાલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સહકારી અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન જલ્પેશભાઈ મોવલિયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ રાજેશભાઇ કાબરિયા, પીઠાભાઈ નકુમ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

Follow Me:

Related Posts