fbpx
રાષ્ટ્રીય

જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં લાલુ પ્રસાદ યાદવ પર કાર્યવાહી થશે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીબીઆઈને કેસ ચલાવવા મંજૂરી આપી

જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. સીબીઆઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ માહિતી આપી છે. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે આ કેસમાં ૩૦થી વધુ આરોપીઓ છે. લાલુ યાદવ સામે કેસ ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે અન્ય આરોપીઓ સામે મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી મળતા હજુ ૧૫ દિવસનો સમય લાગશે. કોર્ટે સીબીઆઈને મંજૂરી મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું હતું. ૧૫ ઓક્ટોબરે કોર્ટ ચાર્જશીટ પર સંજ્ઞાન લઈને કેસની સુનાવણી કરશે.

અગાઉ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જાેબ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, તેમના નાના પુત્ર અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા. કોર્ટે લાલુ, તેજસ્વી, તેજ પ્રતાપ સહિત ૮ લોકોને સમન્સ મોકલ્યા હતા અને તમામને ૭મી ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું. કોર્ટે ઈડ્ઢની ચાર્જશીટની નોંધ લીધી છે. નોકરી માટે જમીનનો આ મામલો ૨૦૦૪થી ૨૦૦૯નો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ દેશના રેલવે મંત્રી હતા. લાલુ યાદવ પર રેલ્વે મંત્રી તરીકેના પદનો દુરુપયોગ કરવાનો અને રેલ્વેમાં ગ્રુપ ડીની પોસ્ટ પર જમીનના બદલામાં ઘણા લોકોને નોકરી આપવાનો આરોપ છે. ગયા મહિને કોર્ટે આ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ૧૧ લોકોને આરોપી બનાવાયા હતા. જેમાંથી ત્રણના મોત થયા છે. આ કેસમાં લાલુ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી ઘણી વખત કોર્ટમાં હાજર થઈ ચૂક્યા છે.

Follow Me:

Related Posts