અમરેલી

જમીનને જીવની જેમ સાચવશું તો જ ઘણી આફતોથી બચી જશું વિસ્તરતાં કોન્ક્રીટનાં જંગલો હવે જમીનને સિમિત કરે છે. વનસ્પત્તિ પણ હવે ભીંતો ફાડીને કોળાય છે.

જમીન હવે મોટે ભાગે મકાનો, દુકાનો, ફેક્ટરીઓ, મોટાં મોટાં મહાકાય કારખાનાઓ રોડ રસ્તા, જાહેર ઉદ્યાન કે હોટેલ રિસોર્ટ માટે વપરાય છે ખેતીવાડીની જમીનો હવે બિનખેતી થઈ જાય છે. ખેતરો ઘટ્યાં, જંગલો ઘટ્યાં સિમેન્ટ કોન્ક્રીટનાં ઈમારતોનાં જંગલો વિસ્તરતાં જાય છે એવી પરિસ્થિતિમાં હવે વનસ્પતિઓ પણ ભીંત ફાડીને કોળાય છે.. હા, વિકાસની વાતો કરતાં કરતાં ગંજાવર યોજનાઓ પછી તે બૂલેટ ટ્રેન કે લક્ઝરિયસ ઈન્ટરનેશનલ લેવલનાં એરપોર્ટ માટે જમીન સંપાદન હોય કે ડબલ ટ્રેક, સીક્સલેન નેશનલ હાઈવે બનાવવા અર્થે જમીન સંપાદન કરવાની હોય.. અંતે તો આપણી ખેતીવાડી માટેની કે ફાજલ જમીનનો ઉપયોગ આવાં મહાકાય પ્રોજેક્ટ માટે થતો હોય છે.

હા, મહાબંદરો માટે પણ આજુબાજુના વિસ્તારોની જમીન તો જોઈએ.. અને *હા, જમીન એ કંઈ ઊગતી તો નથી કે વધી જશે..* અરે ભાઈ ઘણી જગ્યાએ તો સમુદ્રને બૂરીને પણ એક આખું નગર જ કહો ને વસાવાય છે. હા, એનાં દુર્ગામી પરિણામો પણ ભોગવવા તો  પડશે જ..  શીતપ્રદેશની હીમશીલાઓ ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પીગળતી એ હીમ શીલાઓ સમુદ્રનાં સ્તરને ઊંચા લાવશે અને પછી પેલી દ્વારકાની માફક વિશ્વનાં દરિયાકિનારે આવેલા અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ જશે.. *અંતે આ વિકાસ જ વિનાશનું સ્વરૂપ ધારણ કરશે. હા, કદાચ સુપર રીચ ધનાઢ્ય વર્ગ ભવિષ્યમાં ચંદ્ર કે મંગળ જેવાં ગ્રહો પર વસવાટ કરવા સમર્થ થઈ શકે. પરંતુ આ વસુંધરા આપણી પૃથ્વીની હાલત શી થશે?

એ આજે નહીં તો થોડા વર્ષો બાદ પડ ગંભીર ચિંતાનો વિષય તો અવશ્ય રહેશે.. ઘટતાં જંગલ વિસ્તારનાં કારણે જ જંગલનાં હિંસક પ્રાણીઓ નાગરિક વિસ્તારમાં પ્રવેશવા માટે મજબૂર બને ત્યારે  માનવ જીવન પણ અતિ દોહાલું થશે.. હા, હવે વિજ્ઞાન તો અવકાશમાં પણ તરતી વસાહતો બાંધવા તત્પર છે. આવી પરિસ્થિતિમાં કદાચ એક સમય એવો પણ આવે કે માનવીને દફન માટે પણ જમીન નહીં મળે..!! અમારા એક મિત્રે તો આકાશમાં પાર્કીંગની વાતો પણ કરી. જો કે આજે આકાશ પણ કૃતિમ ઉપગ્રહોથી ભરેલું પડેલુ છે..!! હજુ પણ સમય છે.. જમીનનું જતન જીવની જેમ નહીં કરીએ તો ઘણી મહામુસીબતો વ્હોરી લેશું એ વાત પણ નિર્વિવાદ છે. *વનસ્પતિ તો સમજીને ભીંતો ફાડીને મહોરી પરંતુ કાળામાથાનો માનવી ક્યારે સમજશે..??* વિકાસ વિકાસ એ હદે વિકરાળ બને તે પહેલાં ચેતી અને સમજી જશું તો ઘણી મહા મુસિબતો અને આફતોથી બચી જશું..બાકી કમોસમી માવઠાં, વાવાઝોડા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવાં કુદરતી કોપનો પ્રકોપ વધતો જ જશે..એટલે  સમય વર્તે સાવધાન

Related Posts