રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે પડાવાતી જમીનોના મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. જમીન પચાવી પાડવામાં અમદાવાદ સૌથી અગ્રેસર છે. બીજા નંબરે સુરતમાં સૌથી વધુ જમીન પચાવી પાડવાની ફરિયાદો સામે આવી છે. ૯૭૨૩ હેક્ટર જમીન સમગ્ર રાજ્યમાં પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદો નવા કાયદા અંતર્ગત રાજ્ય સરકારના મહેસુલ વિભાગને મળી છે.
રાજ્યમાં ૯૭૨૩ હેક્ટરમાં આવેલી ૫૮૫.૩૮ કરોડની જમીન ઉપર ગેરકાયદેસર રીતે અથવા દબાણ કરીને જમીન પચાવી પાડવાના અલગ અલગ કિસ્સામાં ભૂ માફિયાઓએ કબ્જાે જમાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકારને સમગ્ર ગુજરાતમાંથી ૪૮૩૧ ફરિયાદો મળી છે, જે પૈકી ૮૮ અરજીઓમાં રાજ્ય સરકારે સુઓમોટોની કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.
રાજ્યમાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ભૂમાફિયાઓ ઉપર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે અને એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં લેન્ડ ગ્રેડિંગ એક્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. જાેકે સરકાર દ્વારા આ કાયદાનો ગત વર્ષે અમલ કરતા તેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ કાયદા હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરેલી કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ જિલ્લાની વિગતો જાેઈએ તો સૌથી વધુ અમદાવાદ માં ૪૫૭ ફરિયાદો સરકારને મળી છે. જ્યારે બીજા ક્રમે સુરતમાં ૨૮૮ ફરિયાદો મળી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં રાજકોટમાં ૨૭૭, જામનગરમાં ૧૩૫, જૂનાગઢમાં ૧૨૩, ભાવનગરમાં ૧૮૫, ગીર સોમનાથમાં ૧૨૧, દેવભૂમિ દ્વારકા ૧૪૧ અને મોરબી જિલ્લામાં ૧૧૧ ફરિયાદો સરકારને મળી છે. તો બીજી તરફ મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટ જિલ્લામાં ૮૬,૫,૩૧૦ ( ૮૬ લાખથી વધુ) ચોરસમીટર વિસ્તાર માટે ૨૭૭ અરજીઓ મળી હતી. જે પૈકી ૧૬૭ અરજીઓમાં પ્રાથમિક તપાસ પૂરી કરી દેવામાં આવી છે. ઉપરાંત અરજીઓની સ્ક્રુટીની બાદ ૧૪૧ અરજીઓ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ કમિટીમાં મૂકાઈ છે. જેમાંથી ૨૮ લોકો સામે ૧૦ ફરિયાદો નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી ઓછી અરજીઓ આદિવાસી પછાત ગણાતા ડાંગ વિસ્તારમાં માત્ર ૬ ફરિયાદ આવી છે.
લેન્ડ ગ્રેબિંગ કાયદામાં કરવામાં આવેલી જાેગવાઈ પ્રમાણે ખાસ કોર્ટમાં છ મહિનાની અંદર કેસનો નિકાલ કરવો પડશે. કોર્ટ દોષિત ઠેરવે તો ૧૦ થી ૧૪ વર્ષની સજાની જાેગવાઈ કરવામાં આવેલી છે.
Recent Comments