ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનના ભાગરૂપે લાંચરૂશ્વત વિરોધ દળ દ્વારા રાજ્યમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. અવારનવાર એસીબીના છટકાંમાં સરકારી બાબુઓ ઝડપાઈ જાય છે ત્યારે આવો જ એક લાંચિયો ક્લાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. સુરતના લિંબાયતમાં વિસ્તારમાં લોકોનો મિલકત વેરો ઓછો આવે તે માટે વેરો ઓછો બતાવવાની લાંચ માંગતો મનપાનો એક કારકૂન એસીબીના હાથે ચડી ગયો હતો.
આ લાંચિયા ક્લાર્કની દુર્દશા એવી છે કે તેની નિવૃત્તિને આડે એક જ મહિનો બાકી હતો છતાં લાંચના લોભે તેની નિવૃતિને લાંછન લગાવ્યું છે.
બનાવની વિગતો એવી છે કે સુરતમાં સતત સરકારી કચેરીના અધિકારીઓ કોઈ પણ કામ હોય તો રૂપિયા વગર કરતા નથી. લાંચ માંગવાની ફરિયાદો એસીબીમાં આવે છે અને એસીબી આ મામલે કાર્યવાહી કરતી હોય છે. ત્યારે મનપાના લીંબાયત ઝોનમાં ક્લાર્ક તરીકે ૪૨ હજાર પગારમાં કામ કરતો કર્મચારી જે મનપા આકરણી વિભાગમાં લોકોની મિલ્કતની આકારણી કરી સરકારનો ટેક્સ નક્કી કરી તિજાેરીને આવક અપાવતા હોય છે.
લિંબાયતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે લિંબાયત (સાઉથ ઝોન)માં પ્લોટની માપણી કરાવી હતી તે વખતે લાંચિયા ક્લાર્ક અમૃત પરમારે ૫ હજારની માંગણી કરી હતી. જે તે વખતે દુકાનદારે ૪ હજાર કલાર્કને આપ્યા હતા. પછી દુકાનદારે પ્લોટમાં બાંધકામ કર્યુ હતું. જેનો વેરો ઓછો કરવા માટે ક્લાર્ક ૫ હજારની માંગણી કરી હતી.
જાેકે આ મિલ્કતદારે આ મામલે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ લાંચની રકમ ડિંડોલી ખાતે લેવા આવેલ સાંઈ પોઇન્ટ પાસે ક્લાકર્ને રંગે હાથ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
Recent Comments