fbpx
ગુજરાત

જમીન સંપાદનમાં કપાયેલ જમીનના પૈસા આજસુધી ખેડુતોને નથી મળ્યા

નર્મદા નિગમ દ્રારા વિવિધ નહેરોના કામ માટે જે જિલ્લામાં જરૃર હોય ત્યાં જમીનનું સંપાદન કરાતું હોય છે. ૨૦૦૫માં કચ્છના અંજાર પાસે નહેરના કામ માટે એક ખાનગી કંપની પાસેથી જમીન સંપાદન કરાઈ હતી. જાે કે સંપાદન માત્ર કાગળ પર જ થયું હતું. નિગમે આ જમીનનો વપરાશ તાજેતરામાં જ કર્યો છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ તાજેતરમાં જ નર્મદા નિગમ દ્વારા આ કંપનીને જમીનનું સંપાદન કરવા બદલ નિગમે ૪૨ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ઉપરાંત આ રકમનું ૨૦૦૫થી લઈને ૨૦૨૧ સુધીનું ૨૨ કરોડ રૃપિયાનું વ્યાજ ચૂકવવાનુ પણ નક્કીકરી દેવાયું છે. આ સંદર્ભમાં સત્તાવાર સૂત્રો કશું બોલવા તૈયાર નથી. પણ તેઓ એવું કહે છે કે જમીનના સંપાદનના પ્રશ્ને કોર્ટ કેસનો જે રીતે ચુકાદો આવ્યો છે તે મુજબની રકમ અને વ્યાજની ચુકવણી કરાઈ છે. આૃર્યની વાત એ છે કે, હજારો ખેડૂતોએ જમીન આપ્યા છતાં તેને કોઈ રકમ ચૂકવાઈ નથી. વ્યાજનો તો પ્રશ્ન જ નથી.

Follow Me:

Related Posts