fbpx
બોલિવૂડ

જમી શેરગિલના વેબ શોનો આર્ટ અસિસ્ટન્ટ થયો કોરોના સંક્રમિત

જિમી શેરગિલના વેબ શો ‘યોર ઓનર’ની નેક્સ્ટ સીઝન શૂટિંગ પંજાબમાં શરુ થઈ રહ્યું છે. આ વેબ શોમાં જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને સાથે લઈ જવામાં આવ્યા નથી. ચિંતાની વાત એ છે કે, જે લોકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. તેમની સારવાર પણ મુંબઈમાં સરખી રીતે થઈ રહી નથી.

આ મામલો મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતા આર્ટ અસિસ્ટન્ટ તનવીર હસનનો છે. તનવીર હસને કહ્યું, ‘હું પણ ક્રૂ મેમ્બર્સ સાથે ૧૪ મેના રોજ પંજાબ જવાનો હતો. ત્યાં યોર ઓનરની બીજી સીઝનનું શૂટિંગ થવાનું હતું. પણ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રિપોર્ટ આવ્યાને ૨ દિવસ થઇ ગયા છે, પણ મને મેડિકલ સુવિધા મળી નથી. હું પરિવારવાળો માણસ છું. મેં બાળકોને બીજે શિફ્ટ કર્યા છે અને હું એકલો રહું છું. મને ખબર નથી પડતી કે મારી સારવાર કેવી રીતે શરુ થઇ શકશે? હું ઘણો સ્ટ્રેસમાં છું. સરકારી હોસ્પિટલમાં લોકોની લાઈનો છે અને પ્રાઈવેટ હોસ્પિટલમાં અમારા જેવા ગરીબ લોકો સારવાર કરાવી શકે તેમ નથી. હું બધાને મદદ માટે વિનંતી કરું છું.’

Follow Me:

Related Posts