રાષ્ટ્રીય

જમ્મુકાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ૩ આતંકવાદીઓ ઠાર

આ વર્ષે સુરક્ષા દળોએ તેમના સંયુક્ત ઓપરેશનમાં કુલ ૧૭૧ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાંથી ૧૯ પાકિસ્તાની અને ૧૫૨ સ્થાનિક આતંકવાદીઓ હતા. તે જ સમયે, આ વર્ષે લગભગ ૩૪ નાગરિકો આતંકવાદી ગતિવિધિઓમાં માર્યા ગયા છે.૧૦ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુલશન ચોકમાં આતંકવાદીઓએ એક પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો મોહમ્મદ સુલતાન અને ફયાઝ અહેમદ શહીદ થયા હતા. આજે, સુરક્ષા દળોએ શ્રીનગરની બહારના વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું.જમ્મુ-કાશ્મીરના બડગામના જાેલવા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે.

આતંકવાદીઓ જૈશ મોહમ્મદ આતંકી સંગઠનના છે. આતંકવાદીઓમાંથી એકની ઓળખ શ્રીનગર શહેરના વસીમ તરીકે થઈ છે. તેમજ ૩ એકે ૫૬ રાઈફલ પણ મળી આવી છે. હજુ ઓપરેશન ચાલુ છે. હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે હજુ વધુ માહિતીની રાહ જાેવાઈ રહી છે. કહેવામાં આવ્યું છે કે બડગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગુરુવારે રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બડગામ જિલ્લાના જાેલવા ગામમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું હતું જેણે એન્કાઉન્ટરનું સ્વરૂપ લીધું હતું. આ પહેલા બુધવારે પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના ચાંદગામ ગામને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળો સાથે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક, વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા અને તેમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. કુમારે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી બે સ્-૪ કાર્બાઈન અને એક છદ્ભ શ્રેણીની રાઈફલ સહિત ગુનાહિત સામગ્રી, શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે “અમારા માટે મોટી સફળતા” છે.

Related Posts