જમ્મુકાશ્મીરમાં ૪ મદદગારોની હથિયારો સાથે ધરપકડ કરાઈ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ચાર મદદગારોને કસ્ટડીમાં લીધા છે. જેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. આતંકીઓના સહયોગીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કિશ્તવાડના એસએસપી શફકત ભટે જણાવ્યું હતું કે એચએમના ચાર ઓવરગ્રાઉન્ડ વર્કરોની ેંમ્ય્ન્ના બે ગ્રેનેડ સાથે ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે, એકે ૪૭ રાઉન્ડના ૧૨૦ રાઉન્ડ, એકે ૪૭ના બે ખાલી મેગેઝિન અને એચએમ આઉટફિટના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. એસએસપીએ વધુમાં કહ્યું કે, પોલીસ, સીઆરપીએફ અને સેનાના સંયુક્ત પેટ્રોલિંગે દુલધરના જંગલોમાં આતંકવાદી ઓપરેટિવ્સને જાેયા હતા. પેટ્રોલિંગ જાેઈને આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પછી તેઓ પકડાઈ ગયા હતા. તેઓની ઓળખ શફી બકરવાલ, ફરીદ અહેમદ, ઝુબેર અહેમદ (થર્સ્ટ પડયારના) અને ઈસ્માઈલ અગર છીછા, નાગસેની તરીકે કરવામાં આવી છે. પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જેના આધારે કિશ્તવાડ પોલીસ, સેનાની ૧૭ આરઆર (રાષ્ટ્રીય રાઇફલ્સ) અને સીઆરપીએફની ૫૨મી બટાલિયને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
બીજી તરફ શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના અમશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેની ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ શુક્રવારે સવારે ઘેરાબંધી કરી અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. થાનિક રહેવાસી પણ આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારમાં મૃત્યુ પામ્યા. એક છદ્ભ ૫૬ રાઈફલ, એક પિસ્તોલ અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. આ એન્કાઉન્ટર એવા સમયે પણ થયું છે જ્યારે એક દિવસ અગાઉ લશ્કના ચાર સહયોગી પોલીસની કસ્ટડીમાં આવ્યા હતા. સુરક્ષા દળોએ બારામુલા અને શોપિયાંમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના ચાર સહયોગીઓની ધરપકડ કરી છે. પ્રવક્તાએ કહ્યું હતું કે પોલીસે સુરક્ષા દળો સાથે મળીને બારામુલાથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા આતંકવાદીઓના બે સહાયકોની ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે તેમના કબજામાંથી દારૂગોળો સહિત અન્ય સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે પોલીસને વિશ્વસનીય સૂત્રો પાસેથી મજબૂત માહિતી મળી હતી કે બારામુલ્લાના મુખ્ય વિસ્તારમાં પોલીસ અને અન્ય સુરક્ષા દળો સામે શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખાચદારી જહાંપોરાના અજાણ્યા આતંકવાદી જૂથ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળોનો ઉપયોગ કરી રહ્યું છે.
Recent Comments