જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં EDએ સમન્સ પાઠવ્યું
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે અને તેમને મંગળવારે સવારે ૧૧ વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ મામલો જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. ગયા મહિને ૮૬ વર્ષીય ફારૂક અબ્દુલ્લાને પણ આ જ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ જાન્યુઆરીમાં ૧૦ તારીખે બુધવારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાને સમન્સ મોકલ્યું હતું.
તેને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન મની લોન્ડરિંગ કેસમાં ગુરુવાર, ૧૧ જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં ફારુક અબ્દુલ્લાને કરાયેલી પૂછપરછ કરવામાં આવી હતું. જેમાં ક્રિકેટ એસોસિએશન (ત્નદ્ભઝ્રછ) સાથે જાેડાયેલા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ વર્ષ ૨૦૨૨માં જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં અબ્દુલ્લાની સાથે જેકેસીએના તત્કાલીન અધિકારીઓ અહેસાન અહેમદ મિર્ઝા, મીર મંજૂર ગઝનફર વગેરેને આરોપી બનાવવામાં આવ્યા હતા. ઈડ્ઢએ જમ્મુ-કાશ્મીરની કોર્ટમાં આ ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં અબ્દુલ્લા અને અન્ય લોકો પર મની લોન્ડરિંગનો આરોપ હતો.
Recent Comments