રાષ્ટ્રીય

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના ૫મા આવૃત્તિના આયોજન પર ખુશી વ્યક્ત કરી

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના ૫મા આવૃત્તિના આયોજન પર ખુશી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આ પ્રવાસન સ્થળને પ્રોત્સાહન આપે છે અને સરકારને સ્કી સ્લોપ્સ અને અન્ય સંબંધિત વસ્તુઓ વિકસાવવામાં મદદ કરે છે જેથી તેને વિશ્વ કક્ષાનું સ્કીઇંગ સ્થળ બનાવી શકાય.

બારામુલ્લા જિલ્લામાં સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં ૫મી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ ૨૦૨૫ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ ગેમ્સમાં દેશના ખૂણે ખૂણેથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે છે કે ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ પ્રવાસન સ્થળને વેગ આપશે અને સરકારને સ્કી સ્લોપ્સ અને અન્ય સંબંધિત વસ્તુઓ વિકસાવવામાં મદદ કરશે જેથી તેને વિશ્વ કક્ષાનું સ્કીઇંગ સ્થળ બનાવવામાં આવે.
મુખ્યમંત્રીએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની ૫મી આવૃત્તિના આયોજન પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તાજેતરની હિમવર્ષા બાદ એક સર્વે કરવામાં આવ્યો હતો અને તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘હું ઈચ્છું છું કે અહીં સારા ઢોળાવ બનાવવામાં આવે, જેથી તે રોજગારીનું સર્જન કરવામાં મદદ કરી શકે.‘

ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની ૫મી આવૃત્તિમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ એક હજાર ખેલાડીઓ અને અધિકારીઓ વિન્ટર ગેમ્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ખેલાડીઓએ અહીં આલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કીઇંગ, સ્કી પર્વતારોહણ અને સ્નોબોર્ડિંગમાં ભાગ લીધો હતો. ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનો આ બીજાે તબક્કો છે, જેનો પ્રથમ તબક્કો લદ્દાખમાં ૨૩ થી ૨૭ જાન્યુઆરી દરમિયાન સફળતાપૂર્વક યોજાયો હતો, જ્યાં એનડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ગાફોક તળાવ ખાતે આઈસ હોકી અને આઈસ સ્કેટિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ રમતો અગાઉ ગયા મહિને ૨૨-૨૫ ફેબ્રુઆરી માટે સુનિશ્ચિત થયેલ હતી પરંતુ પૂરતી હિમવર્ષાના અભાવે મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે સ્કીઇંગ અને અન્ય રમતો અશક્ય બની ગઈ હતી. જે બાદ ૯ માર્ચથી આ રમત ફરી શરૂ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts