જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ ૫ આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને પોલીસે કુપવાડામાં તેમના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીર પોલીસના એડીજીપીએ કહ્યું કે સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અગાઉ, પોલીસે ગુરુવારે કુપવાડામાં સ્થિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (્ઇહ્લ) આતંકવાદી અલ્માસ રિઝવાન ખાનની ત્રણ મિલકતો જપ્ત કરી હતી. અલમાસ હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે અને ત્યાંથી તેના નેટવર્ક દ્વારા કાશ્મીરમાં લઘુમતીઓની ટાર્ગેટ કિલિંગના ષડયંત્રને અમલમાં લાવવામાં વ્યસ્ત છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કુપવાડા સ્થિત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (જીૈંેં) ટીમે મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે મળીને અંદરબુગ લાલપોરા, દિવાર લોલાબ ખાતે સ્થિત આતંકવાદી અલ્માસની ત્રણ મિલકતો જપ્ત કરી હતી. આ મિલકતો ૨૬ કનાલ ચાર મરલા (સાડા ત્રણ એકર) જમીન પર બાંધવામાં આવી છે. અલમાસ મુકામ-એ-શરીફ દર ગામનો રહેવાસી છે. વર્ષ ૧૯૯૦માં સુરક્ષા દળોનું દબાણ વધતાં તે પોતાનો જીવ બચાવવા માટે પાકિસ્તાન ભાગી ગયો હતો. શરૂઆતમાં તે તહરીક જેહાદ-એ-ઈસ્લામીનો આતંકવાદી હતો. તે ત્રણ વર્ષ પહેલા ્ઇહ્લમાં જાેડાયો હતો. આતંકવાદી અલમાસ ગુલામ જમ્મુ અને કાશ્મીરમાંથી સ્વચાલિત હથિયારોથી સજ્જ આતંકવાદીઓને કાશ્મીરમાં સુરક્ષિત રીતે ઘૂસણખોરી કરવામાં મદદ કરે છે એટલું જ નહીં, પરંતુ તે તેના નેટવર્ક દ્વારા ઉત્તર કાશ્મીરમાં શસ્ત્રો અને ડ્રગ્સનું પરિવહન પણ કરે છે. તે ઈન્ટરનેટ મીડિયા દ્વારા કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન માટે નવા કેડરની ભરતી કરવાના ષડયંત્રમાં પણ સામેલ છે.
Recent Comments