મેંઢરના ભાટા ધુરિઆં ગામમાં હાઈવેના લગભગ સેનાની આતંકીઓ સાથે અથડામણ થઈ ગઈ. આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગુરૂવારની સાંજે બે સૈનિક શહીદ થઈ ગયા હતા. સેનાએ વિસ્તારની ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણ પુલવામાના પંપોરમાં ચાલી રહી છે. સેનાએ ટોપ ૧૦ આતંકી અને લશ્કર કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને ઘેરી લીધા છે. આ અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. આઈજીએ જણાવ્યુ કે પંપોરના દ્રંગબલમાં સેના અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલુ છે. અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસના ટોપ ૧૦ ટારગેટમાં સામેલ આતંકી ઉમર મુશ્તાક ખાંડેએ ઘેરી લીધા છે. મુશ્તાક કાશ્મીરના ભગતમાં ૨ પોલીસ કર્મીઓના મોત સહિત અન્ય આતંકી હુમલામાં સામેલ રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુશ્તાકે સાકિબને મળીને પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા હતા. આ આતંકીઓએ બારાજુલ્લા વિસ્તારના ભગતમાં પોલીસ પાર્ટી પર ફાયરીંગ કરી દીધુ હતુ. આ ફાયરીંગમાં બે પોલીસકર્મી શહીદ થઈ ગયા હતા. આ બંને જવાન જમ્મુ કાશ્મીર પોલીસના હતા. આ આતંકી હુમલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આતંકી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. સાકિબ મંજૂર ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ સાથે જાેડાયેલો છે. તે શ્રીનગરના બારજુલાના બાગહાટ વિસ્તારના જ રહેવાસી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામા અથડામણમાં ૧ આતંકી ઠાર કર્યો

Recent Comments