fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરની ૯૦ વિધાનસભા બેઠકોનું પરિણામ જાહેરનેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને ૪૮ બેઠકો સાથે બહુમતી મળી

જમ્મુ-કાશ્મીરની ૯૦ વિધાનસભા બેઠકોનું પરિણામ આવી ગયું છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી છે. નેશનલ કોન્ફરન્સને ૪૨ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને ૬ બેઠકો મળી છે. તો ભાજપની ૨૯ બેઠકો પર જીત થઈ છે. તો મહેબૂબા મુફ્તીની ઁડ્ઢઁને માત્ર ૩ બેઠકો મળી છે. ભાજપે તેની તમામ ૨૯ બેઠકો જમ્મુમાં જ જીતી છે. તેને કાશ્મીરમાં એટલે કે ઘાટીમાં એક પણ બેઠક મળી નથી.

૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેની તમામ ૨૫ બેઠકો જમ્મુમાં જ જીતી હતી. કાશ્મીરમાં તેને એક પણ બેઠક મળી નહોતી.જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વોટ શેરની વાત કરીએ તો, ભાજપને સૌથી વધુ ૨૫.૬૪ ટકા વોટ મળ્યા છે, ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (ત્નદ્ભદ્ગ) પાર્ટી છે, જેને ૨૩.૪૩ ટકા મત મળ્યા છે. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને સૌથી વધુ ૨૨.૯૮ ટકા વોટ મળ્યા હતા. જ્યારે ત્નદ્ભદ્ગને ૨૦.૭૭ ટકા અને ઁડ્ઢઁને ૨૨.૬૭ ટકા વોટ મળ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં તેના પ્રથમ મુખ્યમંત્રી બનવા માટે ભાજપને એકલા જમ્મુમાં ઓછામાં ઓછી ૩૦થી ૩૫ બેઠકો જીતવી જરૂરી હતી. જ્યારે ઘાટીમાં પણ સારા પ્રદર્શનની જરૂર હતી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ૮૭ બેઠકોમાંથી ઁડ્ઢઁને ૨૮, ભાજપને ૨૫, નેશનલ કોન્ફરન્સને ૧૫ અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી. ભાજપ અને ઁડ્ઢઁએ મળીને સરકાર બનાવી હતી. પરંતુ ૧૯ જૂન, ૨૦૧૮ના રોજ આ ગઠબંધન તૂટ્યું અને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયું. હાલમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

Follow Me:

Related Posts