જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત થયો છે. કુપવાડા જિલ્લાના હંદવાડાના વાતાયિન વિસ્તારમાં આજે બસ અકસ્માતમાં લગભગ ૨૦ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ખૂબ જ સ્પીડમાં હતી અને અનિયંત્રિત હોવાને કારણે અચાનક પલટી ગઈ અને જાેત જાેતામાં ચારેય બાજુ ચીસો પડવા લાગી. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, વિગતવાર માહિતીની રાહ જાેવાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં ભંયકર અકસ્માત,બસ અકસ્માતમાં ૨૦થી વઘુ લોકો ઘાયલ

Recent Comments