જમ્મુ-કાશ્મીરમાં ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
જમ્મુ-કાશ્મીરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગજીઝ્ર) એ જણાવ્યું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૯ માપવામાં આવી હતી. દ્ગઝ્રજી અનુસાર, ભૂકંપ બપોરે ૧૨.૩૮ કલાકે ૫ કિમીની ઉંડાઈએ આવ્યો હતો. તે જ સમયે, અફઘાનિસ્તાનમાં પણ પૃથ્વીની અંદરની હિલચાલ અનુભવાઈ હતી. અહીં રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું કે ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૧૨૬ કિમી પૂર્વમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૪ માપવામાં આવી હતી. અડધા કલાક પછી, બીજાે ભૂકંપ આવ્યો, જે અફઘાનિસ્તાનથી ૧૦૦ કિમી પૂર્વમાં આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૮ હતી.. આ સિવાય ભારતમાં પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૫ હતી.
આ સાથે મણિપુરથી ૨૬ કિમી દક્ષિણ-પશ્ચિમમાં ઉખરુલમાં ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બુધવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ભૂકંપ બપોરે ૧.૪૭ કલાકે આવ્યો હતો. જાે કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં છે તેની ચોક્કસ જગ્યા જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે કોઈને ઈજા કે સંપત્તિને નુકસાન થયું હોવાની કોઈ માહિતી મળી નથી. જિલ્લામાં અગાઉ પણ અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
Recent Comments