રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો

જમ્મુ કાશ્મીરમાં ૨૦ ઓગસ્ટથી વિધાનસભા ચૂંટણીની પ્રર્ક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં પહેલાં તબક્કાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે થશે. તે પહેલાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો. તો તેમની હાજરીમાં જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ચૂંટણી માટે ગઠબંધન થયું. ત્યારે જમ્મુ કાશ્મીરમાં કેટલી બેઠકો પર ક્યારે મતદાન થશે? રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કઈ મોટી વાત કહી? જાેઈશું આ રિપોર્ટમાં. આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરની રાજનીતિ સમજવા માટે પૂરતા છે. જેમાં જાેઈ શકાય છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે છે. તો બીજીબાજુ નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા છે. આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે તમામ નેતાઓ ખુશમિજાજ અંદાજમાં છે. એટલે બેઠકમાં ચૂંટણીને લઈને કંઈક સફફ્ર ચર્ચા થઈ જશે અને એવું જ થયું.

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી દીધી. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે આવી ગયા છે. એટલે બંને પાર્ટી વિધાનસભાની ૯૦ બેઠક પર સાથે મફ્રીને ચૂંટણી લડશે. ફારુક અબ્દુલ્લાએ ચૂંટણીમાં જીત મફ્રશે તેવો દાવો કર્યો છે. જે ઉદ્દેશ્યથી રાહુલ ગાંધી કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા તે પૂરું થઈ ગયું. આ પહેલાં રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ કાશ્મીરના લોકો સાથે તેમને શું લગાવ છે તેનો ખુલાસો તેમણે શ્રીનગરમાં કરી દીધો. જમ્મુ કાશ્મીરમાં ભાજપ સામે સૌથી મોટો પડકાર સ્થાનિક પાર્ટીઓ અને કોંગ્રેસ છે. જાે કોંગ્રેસ જમ્મુ ડિવિઝનમાં કેટલીક બેઠકો જીતવામાં સફફ્ર થશે તો ભાજપનું સરકાર બનાવવાનું સપનું ચકનાચૂર થઈ જશે.

Related Posts