જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બની ખોટી અફવા ફેલાવનાર આરોપી ઊંઝા નજીકથી ઝડપાયો
ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળવાને લઈ અફરાતફરી મચી હતી. કંટ્રોલ રુમને આ પ્રકારની માહિતી મળતા જ પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી. જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી આપતો ફોન કંટ્રોલ રુમને મળ્યો હતો. જેને લઈ પોલીસની ટીમો એલર્ટ બની હતી. જમ્મુ તાવી ટ્રેનમાં તપાસ હાથ ધરાઈ હતી પરંતુ જે મુજબનો ફોન આવ્યો હતો એ પ્રકારે બોમ્બ કે અન્ય શંકાસ્પદ ચિજ નહીં હોવાને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
જાેકે આ પ્રકારની ખોટી માહિતી આપીને અફવા ફેલાવનાર આરોપીની તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હોવાનું મહેસાણા એસપી અચલ ત્યાગીએ મીડિયાને બતાવ્યુ હતુ. ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીને ઊંઝા નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. અમિત નામનો યુવક ટ્રેન ચુકી ગયો હતો અને ટ્રેનમાં સામાન રહી જવાને લઈ તેણે ટ્રેનને રોકવા માટે થઈને કંટ્રોલ રુમને બોમ્બ હોવાનો ફોન કર્યો હતો. પોલીસે ટ્રેનમાંથી મળેલા પાર્સલ આધારે તેની વિગતો મેળવીને તેને શોધી નિકાળતા ઝડપાઈ આવ્યો હતો.
Recent Comments