fbpx
રાષ્ટ્રીય

જયપુરમાં દ.આફિકાથી આવેલા પરિવારના ૪ સભ્યો કોરોના પોઝિટિવ

ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. તેવામાં આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને સૌને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોનું જીનોમ સિક્વન્સિંગ કરાવવામાં આવ્યું છે. જાેકે હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો અને રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ કોરોનાના કયા વેરિએન્ટથી સંક્રમિત છે તેની પૃષ્ટિ થઈ શકશે. જાેકે તમામ સદસ્યોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા છે અને તેમનામાં કોઈ પણ જાતના લક્ષણો નથી દેખાઈ રહ્યા. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના ૨ કેસ સામે આવ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રાજસ્થાનના જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા એક જ પરિવારના ૪ સદસ્યો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જાણવા મળ્યા મુજબ પરિવારના ૯ લોકો ૨૫ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા. પરિવારના સદસ્યોમાંથી માતા-પિતા અને તેમની ૮ અને ૧૫ વર્ષની ૨ દીકરીઓ સંક્રમિત આવી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, આ લોકોના સંપર્કમાં આવેલા ૧૨ લોકોમાંથી ૫ સદસ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Follow Me:

Related Posts