fbpx
ગુજરાત

જયરાજસિંહે છેવટે આટલું કહી કોંગ્રેસ છોડી, કઈ વાતથી નારાજ હતા કોંગ્રેસી નેતા જાણો

કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમારે રાજીનામાં આપ્યું છે. કેટલાક સમયથી પાર્ટીના કેટલાક નિર્ણય થી તેઓ નારાજ હતા. ખાસ કરીને જયરાજસિંહ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વારંવાર ટિકિટ આપવા રજૂઆતો કરી હતી. પરંતુ આ વર્ષે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતાકરવામાં નથી આવી. એવું માનવામાં આવી રહ્યું છે જેથી લેરાજી કેટલાક સિનિયર નેતાઓની નારાજગી છે. કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ તેમને પક્ષ છોડ્યો છે. આગામી બેથી ત્રણ દિવસમાં કેસરિયો પહેરશે.   તેમને કોંગ્રેસ છોડતા એટલું કહ્યું છે કે, પાર્ટી છોડી રહ્યો છું. રાજનીતિ નથી છોડી રહ્યો.તેમને ગઈ કાલે પણ સ્વીકાર્યું કે, કોંગ્રેસ છોડુ છું, હવે કોંગ્રેસમાંથી કંટાળો આવે છે. 2022ની વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સીલસીલો ચાલી રહ્યો છે. જયરાજ સિંહ પણ ભાજપમાં જોડાવાના છે જો કે હજુ સુધી તેમને આ બાબતે નથી કહ્યું, પરંતુ શક્યતા પૂરી છે.   ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપ માં જવાની પક્ષપલટાની મોસમ ચુંટણી પહેલા શરૂ થઈ ગઈ છે. જયરાજ સિંહના ગ્રુપના મહેસાણા, બહુચરાજી પંથકના સભ્યો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.

Follow Me:

Related Posts