કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમારે રાજીનામુ આપી દીધુ છે. જયરાજ સિંહ કોંગ્રેસથી છેલ્લા કેટલાક દિવસથઈ નારાજ હતા. જયરાજ સિંહ પરમાર બે દિવસમાં ભાજપમાં જોડાશે.
જયરાજ સિંહ પરમારે કહ્યુ કે, મે પાર્ટી છોડી છે રાજનીતિ છોડી નથી.
કોંગ્રેસમાં મારી પાસે કોઇ કામ નહતુ, જ્યા જઇશુ ત્યા કામ કરીશું. મારી લડાઇ નેતા સામે નહી સિસ્ટમ સામે છે. જયરાજ સિંહ પરમારે ટ્વિટર પરથી કોંગ્રેસના પોતાના હોદ્દાને પણ હટાવી દીધા છે. જયરાજ સિંહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસમાં નીચે સુધી કોઇ સિસ્ટમ જ નથી, ટિકિટ મારો મુદ્દો નથી. જયરાજ સિંહે કાર્યકરોને બે પત્ર પણ લખ્યા છે. જયરાજ સિંહે કહ્યુ કે મારા સમર્થકો નારાજ થવાના છે. જયરાજ સિંહે કહ્યુ કે રઘુ શર્મા કે જગદીશ ઠાકોરે મને મનાવવાનો કોઇ પ્રયાસ કર્યો નથી. અર્જૂન મોઢવાડિયાએ મને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જયરાજસિંહ ગત વિધાનસભામાં ખેરાલુ બેઠક પર દાવેદાર હતા, પણ ટિકિટ ના મળતાં નારાજ હતા.
આ પહેલા જયરાજસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહેસાણાથી મા બહુચરના આશીર્વાદથી શરૂઆત થશે. તેમણે શાયરી પણ ટ્વીટ કરી હતી કે કિસ કો ફિક્ર હૈ કી કબીલે કા ક્યા હોગા, સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કા ક્યા હોગા.





















Recent Comments