જયેશભાઈ નાકરાણીના અધ્યક્ષસ્થાનેચિતલ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણદિલીપ સંઘાણીની ઉપસ્થિતી , સહકારી પ્રવૃતિમાં સામેલ થવા અપીલ
અશ્વિનભાઈ સાવલીયા, હિરેનભાઈ હિરપરા, જેન્તીભાઈ પાનસુરીયા, જયેશભાઈ નાકરાણી, મંડળીના પ્રમુખ સંજયભાઈ લીંબાસીયા તેમજ વ્યવસ્થાપક કમીટી સભ્યો, સભાસદો અને ગ્રામજનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.સહકારી પ્રવૃતિ વ્યવસાય અને ખેતિ સાથે જોડાયેલું અભિન્ન અંગ છે. સહકાર,
પશુપાલન કૃષિ સહિતની પ્રવૃતિઓ દ્વારા ખેતી અને ખેડુત વિકાસશીલ બની રહેલ છે જેથી વધુમાં વધુ સહકારી પ્રવૃતિનો લાભ ઉઠાવવા ચિતલ મુકામે આયોજીત ચિતલ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાષ્ટ્રીય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતુ, જયેશભાઈ નાકરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વાર્ષિક સાધારણ સભામા કૃષિ અને પશુપાલન તળેની વિવિધ યોજનાઓનો બહોળો લાભ ઉઠાવવા અને ખેતીને પ્રાકૃતિક તરફ લઈ જવા જણાવેલ હતુ. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશભાઈ નાકરાણી, વ્યવસ્થાપક કમીટીના સંજયભાઈ લીંબાસીયા, લક્ષ્મીકાંતભાઈ કાનાણી, મનસુખભાઈ માંગરોળીયા, કેશુભાઈ મેસીયા, ઝવેરભાઈ દેસાઈ, નાનજીભાઈ પરમાર, ચતુરભાઈ દેસાઈ, બાલાભાઈ લીંબાસીયા, જગદીશભાઈ દેસાઈ, હિંમતભાઈ ગજેરા, મગનભાઈ સાકરીયા, ભુપતભાઈ વાળા સહિત વિશાળ સંખ્યામાં સભાસદભાઈ બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા તેમ સંસ્થાની યાદીમાં જણાવાયેલ છે.
Recent Comments