અમરેલી

જય કાથરોટીયાએ રક્ષાબંધન નિમત્તે બહેનો ના નામે ચંદ્ર પર જમીન લઈ એમને અનોખી સરપ્રાઇઝ ભેટ આપી.

અમરેલી સ્થિત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર અને અમદાવાદ એલ.જે યુનિવર્સિટી ના પૂર્વ વિધાર્થી એવા જય કાથરોટીયા દ્વારા રક્ષાબંધન નિમિત્તે તેમના બંને બહેનોને અનોખી ભેટ આપવામાં આવી હતી.જયભાઈ ના બંને બહેનો પરણીત છે અને એક બહેન સુરત અને બીજા બહેન કેનેડા ના એડમિન્ટન સ્થિત સાસરે છે. આ રક્ષાબંધને બંને બહેનોને અનોખી ગિફ્ટ આપવાનો વિચાર આવ્યો. એ સમયે ચંદ્રયાન-૩ ની ભવ્ય સફળતાની ચર્ચા થઈ રહી હતી ત્યારે જયભાઈને વિચાર આવ્યો કે આ રક્ષાબંધનને યાદગાર બનાવવા માટે બંને બહેનો માટે ચંદ્ર પર જમીન લેવી છે.

ભારતમાંથી શાહરૂખાન, સુશાંત સિંહ જેવા ફિલ્મ સ્ટાર પાસે જે પ્રકારે ચંદ્ર પર જમીન છે તે જ પ્રમાણે જયભાઈ એ બંને બહેનો કિંજલબેન સરખેદી અને ધ્રુવીબેન લાંભીયા માટે ૧ -૧ એકર જમીન ખરીદી એટલે આશરે ૧.૫ -૧.૫ વીઘા જમીન બંને બહેનોને સરપ્રાઇઝ ગિફ્ટમાં આપી.ચંદ્ર પર અલગ અલગ વિસ્તાર આવેલા છે જેમાંના લેક ઓફ હેપીનેસ વિસ્તાર પર જયભાઈ એ ૨ એકર જમીન ખરીદી અને પોતાના બહેનોને ભેટમાં આપી. ૩૦ ઑક્ટોબર ના દિવસને સ્પેશિયલ બનાવવા માટે બંને બહેનો ના નામના લુનાર પ્રોપર્ટી રાઇટ્સ ના સર્ટિફિકેટ પણ ટૂંક સમયમાં આવશે. લૂનાર સોસાયટી અને લુનાર રજિસ્ટ્રી દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવશે.જયભાઈ અને તેમના બંને બહેનો ધ્રુવીબેન અને કિંજલબેન માટે આ રક્ષાબંધન આ વિશેષ પ્રકારના સોનેરી સંભારણા દ્વારા ખૂબ યાદગાર બની ગયો.

Related Posts