fbpx
અમરેલી

જરખિયા પી.એ.સી ખાતે નેત્રયજ્ઞ એવમ આયુર્વેદ પદ્ધતથી સારવાર તપાસ કેમ્પ યોજાયો

લાઠી જરખિયા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો  phc જરખીયા ખાતેના મેડીકલ ઓફિસરશ્રી મોનિકા બેન પરમારની દેખરેખ હેઠળ નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ હોસ્પીટલ (રાધિકા હોસ્પિટલ) અમરેલી દ્વારા આંખોના નિદાન અંગેનો તેમજ આયુર્વેદ પદ્ધતિથી સારવાર અંગેનો કેમ્પ રાખેલ હતો. તેમાં આંખોના ડોક્ટર શ્રી કૌશલ ડેની સાહેબ તેમજ આયુર્વેદના ડોક્ટર અને રાધિકા હોસ્પિટલનો સ્ટાફએ પોતાનું યોગદાન આપ્યું હતું. જેમાં  વિનામૂલ્ય દવાઓ અને નિદાન કરવામાં આવ્યું. ઝરખીયા ગામના મોટી સંખ્યામાં ગ્રામ્યજનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ઝરખીયા ના મેડિકલ ઓફિસર તેમજ તેમની ટીમ એટલે કે એમપીએચએસ એમપીએચડબલ્યુ તેમજ ફાર્માસિસ્ટ અને આશા બહેનો એ જહેમત ઉઠાવેલ હતી. આ કેમ્પ દરમ્યાન સોશિયલ distance તેમજ કોરોના guideline નું સંપૂર્ણ ધ્યાન રાખેલ હતું.

Follow Me:

Related Posts